• Home
  • News
  • બ્રિજનું ડિજિટલ લોકાર્પણ:ગૃહમંત્રી અમિત શાહે સિંધુ ભવન ફ્લાય ઓવર અને સાણંદ જંકશન ફલાય ઓવર બ્રિજનું ઈ-લોકાર્પણ કર્યું, ઉદ્ઘાટનમાં 100થી વધુ લોકો જોડાયા
post

71 કરોડના ખર્ચે બંન્ને ફ્લાય ઓવરનું નિ્ર્માણ કરાયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-30 12:21:36

એસજી હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ આપવા માટે આજે સોમવારે સિંધુ ભવન ફ્લાય ઓવર અને સરખેજ સાણંદ સર્કલ ફ્લાયઓવરનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઇ-લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના લોકાર્પણના કાર્યક્રમમાં 100થી વધુ લોકો હાજર રહ્યા હતા.

ટ્રાફિક અને ટ્રાફિકથી થતાં અકસ્માતમાંથી મુક્તિ મળશે
શહેરની સૌથી મોટી બે સમસ્યા છે એક ટ્રાફિક અને બીજી ટ્રાફિકને કારણે થતાં અકસ્માતો. તેમાં પણ અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે પરથી હજારો વાહનો પસાર થાય છે. જો કે આ વાહનચાલકોની મુશ્કેલીઓ સોમવારથી દૂર કરવા માટે અહીં ફ્લાય ઓવર બનાવાયા છે. 71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બંન્ને ફ્લાય ઓવરને ખુલ્લા મૂકાતા જ વાહનચાલકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે.

મુખ્યમંત્રી રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ.71 કરોડના ખર્ચે બનેલા બે ફ્લાય ઓવરનું આજે 30મી નવેમ્બરના રોજ સવારે ઇ-લોકાર્પણ કરાયું હતું, ત્યારે લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

44 કિ.મી.ના માર્ગને ફોર લેનમાંથી સિક્સ લેનમા રૂપાંતરિત કરવાની કામગીરી પૂરજોશમાં
નેશનલ હાઇવે 147 પર સરખેજગાંધીનગરચિલોડાના કુલ 44 કિ.મી.ના માર્ગને ફોર લેનમાંથી સિક્સ લેનમા રૂપાંતરિત કરવાના તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સિંઘુભવન ચાર રસ્તા પાસે લોકાર્પણ કાર્યક્રમ
સાણંદ જંક્શન ફ્લાય ઓવર બ્રિજની લંબાઈ 28 મીટર તદનુસાર 28 મીટરના સિંધુભવન ચાર રસ્તા ફ્લાય ઓવરનું રૂ. 35 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, તેમજ સાણંદ જંક્શન ફ્લાય ઓવર બ્રિજ પણ 28 મીટરની લંબાઇ સાથે રૂ.36 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. આ બંને ફ્લાય ઓવરનું લોકાર્પણ આજે સોમવારે સવારે સિંધુભવન ચાર રસ્તા પાસે યોજાયો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post