• Home
  • News
  • કાશ્મીરમાં ક્યાંય કર્ફ્યૂ નથી, યોગ્ય સમયે ઇન્ટરનેટ શરૂ કરવામાં આવશે- અમિત શાહ
post

સંસદના શિયાળુ સત્રના ત્રીજા દિવસે રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહએ જમ્મુ-કાશ્મીર વિશે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-20 13:49:12

નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રના ત્રીજા દિવસે રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહએ જમ્મુ-કાશ્મીર વિશે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ નથી. ઈન્ટરનેટ સુવિધા ફરી ક્યારે શરૂ થશે તેવા સવાલનો જવાબ આપતાં ગૃહ મંત્રીએ કહ્યુ કે, અમે સ્થાનિક વહીવટીતંત્રને સ્થિતિનો તાગ લેવા માટે કહ્યુ છે. ત્યારબાદ જ કોઈ પગલા લેવામાં આવશે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સવાલ પર તેઓએ કહ્યુ કે સ્વાસ્થ્યની ત્યાં કોઈ સમસ્યા નથી. જો કોઈ પણ માહિતી છે તો દૂરના વિસ્તારની પણ હશે તો તેઓ મારો પણ સંપર્ક કરી શકે છે, તેને મદદ પહોંચાડવામાં આવશે.

તેઓએ આગળ કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરમાં સમગ્ર સ્થિતિ સામાન્ય થઈ ચૂકી છે. કાશ્મીર વિશે ભ્રમ ફેલવવામાં આવી રહ્યા છે. 5 ઑગસ્ટ બાદ એક પણ વ્યક્તિનું મોત પોલીસ ફાયરિંગમાં નથી થયું.

અમિત શાહે આ ઉપરાંત કહ્યુ કે, કાશ્મીરમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી અને ચોખા ઉપલબ્ધ છે. 22 લાખ મેટ્રિક ટન સફરજનના ઉત્પાદનની આશા છે. તમામ લેન્ડલાઇન ફોન ચાલુ છે. દુકાનો ખુલી રહી છે.