• Home
  • News
  • ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આખી રાત મંદિરમાં હાજર રહ્યાં, વહેલી સવારે મંગળા આરતી કરી ઘરે ગયા
post

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઈકાલે સાંજે જગન્નાથ મંદિર આરતી અને દર્શન કરવા માટે આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-23 11:26:32

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર વતી અરજી કરવામાં આવી હતી. મોડી રાતે હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. રથયાત્રા અંગે સરકાર ગંભીર હતી અને રાજ્યના ગૃહમંત્રી અને કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા આખી રાત જગન્નાથ મંદિરમાં હાજર રહ્યા હતાં. આખી રાત તેઓએ મંદિરમાં જ હાજર રહી સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વહેલી સવારે પ્રદીપસિંહ જાડેજા મંગળા આરતી કરી અને ઘરે ગયા હતા. 

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઈકાલે સાંજે જગન્નાથ મંદિર આરતી અને દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યારે પ્રદીપસિંહ જાડેજા મંદિરમાં હાજર હતાં. ત્યારબાદ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે સરકાર ગુજરાત હાઈકોર્ટમાં રથયાત્રા કાઢવા મુદ્દે અરજી કરશે. સરકારે મંદિરને રથયાત્રા કાઢવા સહયોગને લઇ સરકારના પ્રતિનિધિ તરીકે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા મંદિરમાં હાજર રહ્યા હતા. મોડી રાતે બે વાગ્યે હાઈકોર્ટમાં રથયાત્રા ન કાઢવાના ચુકાદા બાદ પણ તેઓ હાજર રહ્યા હતા અને વહેલી સવારે આરતી બાદ જ ઘરે ગયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post