• Home
  • News
  • એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક પીપાવાવ કોર્પોરેશન લિમિટેડમાં ભયાનક આગ, બે કલાક બાદ પણ બેકાબૂ
post

અંદાજીત જીપીપીસી સોલાર પ્લાન્ટમાં એક કરોડથી વધુનું નુકસાન થયું હોવાની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-09 11:35:14

પાટણ: એશિયાના સૌથી મોટા સોલાર પાર્કની ગુજરાત પાવર પીપાવાવ કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં સાંજના સાત વાગ્યેના સમયગાળા દરમિયાન શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા પ્લેટના કન્ટ્રોલ રૂમ અને લાઇટની પેનલો તેમજ સ્વીટચ યાર્ડમાં આગ લાગતા ટ્રાન્સફર્મર પર પણ આગ લાગતા પ્લાન્ટમાં ફેલાઇ ગઈ હતી. જેમાં એક કરોડથી વધુની નુકશાની થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

દરરોજનું ત્રણ લાખનું નુકસાન થશે
જીપીપીસી પ્લાન્ટમાં લાગેલી ભયાનક આગને કારણે સોલાર પાર્કમાં કોઈ જ ફાયર ફાઇટર ની સુવિધા નહિં હોવાના કારણે બે કલાક બાદ પણ આગ પર કાબુ મેળવાયો નહોતો. ભયાનક આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. ચારણકા સોલાર પ્લાન્ટમાં ભયાનક લાગેલી આગને આસપાસના સ્થિત પ્લાન્ટમાં પણ ટ્રીપિંગ આવતા પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી હતી. ગુજરાત પાવર પીપાવાવ કોર્પોરેશન લિમિટેડ કંપનીનો ચારણકા સોલાર પાર્કમાં બનાવવામાં આવેલો પ્લાન્ટ પાંચ મેગાવોટનો છે. જેમાં પ્લાન્ટમાં પેનલો અને સ્વીટચ યાર્ડને મોટું નુકસાન થતા ફરીથી સોલાર પ્લાન્ટ કાર્યરત થતા અંદાજીત દોઢથી બે મહિના જેટલો સમય લાગી શકશે. જેના કારણે જીપીપીસી પ્લાન્ટને રોજ નું ત્રણ લાખનું નુકશાનની થવાની શકયતા છે.

એશિયાના સૌથી મોટા પ્લાન્ટમાં કોઈ જ ફાયર ફાઇટરની સુવિધા નથી
એશિયાનો સૌથી મોટા સોલાર પ્લાન્ટમાં  આસપાસ ના વિસ્તાર ના અને ગુજરાત તેમજ આંતર રાજ્યના અનેક કર્મચારીઓ રોજગારી મેળવે છે પરંતુ આવડા મોટા પ્લાન્ટમાં કોઈ જ ફાયર ફાઇટર સુવિધા નહિ રાખતા સોલાર પાર્કમાં કામ કરી રહેલા કર્મચારીઓ મોતના મુખમાં કામ કરી રહ્યા છે.

ઇન્ટરનલ શોર્ટ ના કારણે જ આગ લાગી હોય તેવુ લાગે છે. હિતેશ પટેલ,જીપીસીએલ
ચારણકા સોલરપાર્કના જીપીસીએલ ના ઇન્ચાર્જ હિતેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જીપીપીસી કમ્પની માં લાગેલી આગ ઇન્ટરનલ શોર્ટ સર્કિટના  કારણે લાગી હોય તેવું જાણવા મળ્યું હતું અને ફાયર ટેન્ડરની સુવિધા સોલાર પાર્કમાં નથી તેના કારણે આગને કાબુમાં લેવી મુશ્કેલ બની હતી અમે ફાયર ટેન્ડર બાબતે રજુઆત કરી છે આગથી કમ્પનીને એક કરોડ જેટલું નુકશાન થવાની શકયતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post