• Home
  • News
  • ઇન્સ્ટાગ્રામથી કેવી રીતે ખેલાડીઓ કમાણી કરે છે?:સ્ટાર ફૂટબોલર રોનાલ્ડો એક પોસ્ટ માટે 11.9 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, વિરાટ કોહલી 5 કરોડ સાથે 19મા નંબર પર
post

આ યાદીમાં વિરાટ કોહલી એકલો ભારતીય ખેલાડી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-03 14:31:08

પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઈન્સ્ટાગ્રામ પર એડવર્ટાઈઝિંગથી સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટીની યાદીમાં ટોપ પર છે. સોશિયલ મીડિયા માર્કેટિંગ ફર્મ હૉપર HQ (HopprHQ.com)ના જણાવ્યા પ્રમાણે, રોનાલ્ડો પોતાના અકાઉન્ટ પર એક પોસ્ટ કરવા માટે 11.9 કરોડ રૂપિયા (1.6 મિલિયન ડોલર) ચાર્જ કરે છે.

વળી, ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી આ યાદીમાં 19મા ક્રમાંક પર છે. વિરાટ એક પોસ્ટથી 5.07 કરોડ રૂપિયાની કમાણી કરે છે. હૉપર HQ ફર્મ ઈન્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરતા ખેલાડીઓનો અભ્યાસ કરવા માટે એવરેજ એન્ગેજમેન્ટ, સેલિબ્રિટીઝ કેટલી જલદી પોસ્ટ કરે છે અને તેમના ફોલોઅર્સની સંખ્યા જેવી વાતોનું ધ્યાન રાખે છે.

રોનાલ્ડોની આસપાસ કોઈપણ ખેલાડી નથી
હોપર HQના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, 5 વાર બેલોન'ડી ઓર વિજેતા રોનાલ્ડોની આસપાસ કોઇપણ ખેલાડી નથી. આ યાદીમાં હોલિવૂડ એક્ટર ડ્વેન જોનસન બીજા નંબર પર છે. જોનસન એક પોસ્ટના 11.3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. પૉપ સ્ટાર એરિયાના ગ્રાન્ડ આ યાદીમાં ત્રીજા ક્રમાંક પર છે. તે એક પોસ્ટની એડ માટે લગભગ 11.2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

વિરાટ કોહલી એકલો ભારતીય ખેલાડી
ઓવરઑલ સ્પોર્ટ્સની વાત કરીએ તો રોનાલ્ડો પછી મેસ્સીનો નંબર આવે છે. તે એક એડ પોસ્ટ કરવાના 8.6 કરોડ રૂપિયા લે છે. ભારતના કેપ્ટન વિરાટ કોહલી 395 સેલિબ્રિટીઝની યાદીમાં એકલો ભારતીય ખેલાડી છે. આ યાદીમાં મોટે ભાગે ફૂટબોલ સ્ટાર્સ જ છે, જેમાં ડેવિડ બેકહમ, રોનાલ્ડિન્હો, ઈબ્રાબિમોવિચ, ગૈરથ બેલ અને મોહમ્મદ સાલાહ જેવા ખેલાડી છે.

ખેલાડીઓને આટલા બધા રૂપિયા કેમ અપાય છે?
ખેલાડીઓ જે કન્ટેન્ટ શેર કરે છે એનો લોકો પર પણ પ્રભાવ પડે છે. તે લોકો જે ખાય છે, પહેરે છે, જ્યાં જાય છે ત્યાં દરેક વસ્તુ અને જગ્યાને લોકો પણ પસંદ કરવા લાગે છે, તેથી જ તેઓ શું પહેરશે અને કરશે એનું પહેલેથી પ્લાનિંગ કરાયું હોય છે. આના આધારે તેમની કમાણી નક્કી થાય છે.

ઈન્સ્ટા પોસ્ટથી ફોલોઅર્સ પર અસર પડે છે
સેલિબ્રિટીઝના કરોડોમાં ઇન્સ્ટા પર ફોલોઅર્સ હોય છે. જો તેવામાં કોહલીનું ઉદાહરણ લઈએ તો તેના 12.5 કરોડથી વધુ ફોલોઅર્સ છે. તે જો કોઇ પ્રોડક્ટનો પ્રચાર આ માધ્યમથી કરે છે તો એનો સીધો પ્રભાવ તે કરોડો લોકો પર પડે છે.

સેલિબ્રિટી ઇન્ફ્લુએન્સર શું કામ કરે છે?
આ એક પ્રકારની એડ છે, જેમાં કોઇ પ્રોડક્ટની ખરીદી અથવા પસંદગી કરવા માટે સેલિબ્રિટી ઇન્ફ્લુએન્સર કામ કરે છે. આને ઇન્ફ્લુએન્સર માહિતી માર્કેટિંગ કહેવાય છે, જેમાં સેલિબ્રિટીને ફીચર્સ પોસ્ટ કરવા માટે રૂપિયા આપવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ આના માટે સેલિબ્રિટીઝને રૂપિયા નથી આપતું, પરંતુ બ્રાન્ડ આપે છે (જેની એડ તે કરે છે).

બધાથી અલગ હોય એવી વસ્તુ એડ કહેવાય
ઇન્સ્ટા પર પ્રમોશન માટે કેમ આટલા બધા રૂપિયા અપાય છે? કારણ કે ચોખ્ખી વાત એ છે કે ટીવી પર એડવર્ટાઇઝ આવે છે, એને લોકો એડ સમજે છે. એવામાં જો કોઇપણ સેલિબ્રિટી ખાસ બ્રાન્ડનાં કપડાં પહેરે છે તો એ પણ એક એડનો ભાગ છે.

સામાન્ય લોકો પણ ઈન્સ્ટા પોસ્ટથી પૈસા કમાઈ શકે છે

·         સૌથી પહેલા ફોલોઅર્સ વધારો, વધારે લોકો ઇન્સ્ટા સાથે જોડાશે તો જ બ્રાન્ડ એડ આપશે.

·         આમ જોવા જઇએ તો 1 લાખથી વધુ ફોલોઅર્સ થાય તો બ્રાન્ડ્સ પાર્ટનરશિપ કરવા તૈયાર થાય છે.

·         તમારું ફિલ્ડ પણ પસંદ કરી લો, જેમ કે સ્પોર્ટ્સ, બ્યુટી, ફેશન, ક્રિએટિવિટી, મોટિવેશનલ, સ્પિરિચ્યુઅલ વગેરે...

·         કન્ટેન્ટને પણ બિઝનેસ પ્લાનની જેમ અપ કરો. હેશ ટેગનો ઉપયોગ કરીને ટ્રેન્ડમાં રહો.

·         ફોલોઅર્સ વધારવામાં માટે આકર્ષક કન્ટેન્ટ અપલોડ કરો. જો લોકોને ગમશે તો તમને ફોલો કરશે.

·         જે યુઝર તમને ફોલો કરે છે, તેને પણ ખબર છે કે એ તમને કેમ ફોલો કરે છે.

ફોટો અને ફૂડ રેસિપીને પણ વેચી શકાય છે
કોઈપણ ફોટોને ઈન્સ્ટા પર અપલોડ કરીને વેચી પણ શકાય છે. ઉદાહરણરૂપે વરુણ આદિત્ય, તેનામાં ફોટોગ્રાફીનું જોરદાર ટેલન્ટ છે. તે તેના ફોટોને સારી રીતે એડવર્ટાઇઝ કરી શકે છે. ફોટો કોપી ના થાય એના માટે એ ટ્રેડમાર્ક પણ નાખે છે.