• Home
  • News
  • દ્વારકા જિલ્લાના કેટલા નિર્દોષ માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડે છે ? તંત્રને ખબર જ નથી!
post

6ઠ્ઠીએ સવારે આઠ વાગ્યે ભારતીય જળસીમામાં ઘૂસીને બે બોટ અને 20 માછીમારોને પાક. એજન્સી ઉપાડી ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-10 11:28:56

ઓખા-ડાલ્ડા, રૂપેણ, સલાયા બંદર ઉપરથી રોજની અનેક બોટો અરબી સમુદ્રમાં માછીમારી કરવા જાય છે ત્યારે ભારતીય જળસીમામાં ઘૂસી આવીને પાકિસ્તાન સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતના માછીમારોને અપહરણ કરવાના બનાવો છાશવારે બનતા રહે છે. 6 ડિસેમ્બરના રોજ પણ ભારતીય જળસીમામાં માછીમારી કરતી એક જ માલિકની બે બોટોના આવી જ રીતે અપહરણ કરાયા છે. ઓખા બંદરની એક જ માલિકની બે ફોટો જ્યારે ભારતમાં જળસીમામાં માછીમારી કરતી હતી ત્યારે અચાનક પાકિસ્તાની સિક્યુરીટી એજન્સી ત્રાટકી હતી અને અલ વાસીલા સાબિન તેમજ હુસેની 3 બોટ પર સવાર ૨૦ જેટલા માછીમારોના અપહરણ કરી ગયા હતા.

આ અંગે ૨૪ કલાક બાદ પણ ઓખા ફિશરીઝ અધિકારી તેમજ સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ જાતની જાણકારી બહાર પાડવામાં આવી નહોતી. ઓખામાં રહેતા બોટના માલિક હાજી લતીફ પલાણીએ જણાવ્યું કે, સરકારી તંત્ર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ માછીમારો દ્વારા એવી જાણકારી મળી કે પકડાયેલી બંને બોટમાંથી એક બોટના વાયરલેસ દ્વારા મેસેજ આવ્યો કે, પાકિસ્તાન સિક્યુરિટી એજન્સીવાળા આવી ગયા છે. આ મેસેજ પછી તેનો વાયરલેસ કટ થઈ ગયો હતો.

અમારી પાસે કોઈ માહિતી નથી
ઓખાના ફિશરીઝ અધિકારી આર.આર. સોલંકીએ કહ્યું- દ્વારકા જિલ્લાના કેટલા માછીમારો પાકિસ્તાની જેલમાં છે તેની માહિતી વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે હોય છે. અમારી પાસે નથી.

બે દિવસ પછી કહી શકુ
વેરાવળના ફિશરીઝ અધિકારી નયનભાઈએ કહ્યું- મારા હાથ ઉપર કાઈ નથી મારા સ્ટાફ પાસેથી જાણીને એક-બે દિવસમાં કહું છું.

તપાસ કરી પછી કહું
ગાંધીનગર સ્થિત ફીશરીઝ કચેરીમાં ફોન કરીને પાકિસ્તાનના કબજામાં રહેલા આપણા માછીમારો અંગેની વિગતો માંગતા ડેપ્યુટી ડાયરેક્ટર કે.આર. પટ્ટણીએ કહ્યું હતું કે, હું તપાસ કરાવીને થોડી વારમાં ફોન કરું છું. જો કે, એ અલગ વાત છે કે પછી એમનો ફોન આવ્યો જ નહીં.

ઓખાના 9, દ્વારકાના 6, સલાયાના 3 અને બેટ-દ્વારકાના 2 માછીમારોના અપહરણ
પાકિસ્તાની સિક્યુરીટી એજન્સી દ્વારા પકડવામાં આવેલા ૨૦ માછીમારોમાંથી ઓખાના 9, દ્વારકાના 6, સલાયાના 3 અને બેટ-દ્વારકાના 2 હોવાનું જાણવા મળ્યું છે. અલ વસિલા સાબીન બોટમાં 11 અને હુસેની-૩ બોટમાં 9 માછીમારો સવાર હતા. અલ વાસિલા બોટમાં બંને બોટના માલિક હાજી લતીફ પલાણીના એક પુત્ર હુસેન પલાણીનુંપણ અપહરણ કરાયું છે.

હુસેની-૩ બોટમાં સવાર માછીમારોના નામ

·         સુભણીયા ઓસમાણ

·         પલાણી આરીફ

·         સુભણીયા અબ્દુલ હમીદ

·         સોઢા ઉમર અજિત

·         પલેજા અબ્દુલ

·         જાડિયા ઇમરાન

·         જફાર ઈશાક સુભણીયા

·         હુસેન રહીમ સુભણીયા

·         હમીદ આદમ સેતા.

અલ વસિલાં એ સાબીન બોટ

·         પલાણી હુસેન લતીફ

·         ગડા હુસેન

·         મોસિમ આમદ સંઘાર

·         થેમ સબિર ભાઈ

·         હાજી ઈસ્માઈલ બેટારા

·         સુભણીયા સલીમ ઈશાક

·         સુભણીયા મહમદ

·         ભાયા એજાજ

·         નીશાર ફકીરમામદ પાલેજા

·         અગરિયા હાજી ઈસ્માઈલ

·         હુસેન રહીમ પલાણી

 

adv

Related News

post
post
post
post
post
post
post