• Home
  • News
  • એચએસ પ્રણોયે ઈતિહાસ રચ્યો:મલેશિયા માસ્ટર્સ ટુર્નામેન્ટની મેન્સ કેટેગરીમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા, ચીનના હોંગયાંગને હરાવી સિદ્ધિ મેળવી
post

મલેશિયા માસ્ટર્સ ચેમ્પિયનશિપ જીતનાર પ્રણય સાઈના નેહવાલ અને પીવી સિંધુ પછી ત્રીજા ભારતીય બન્યો

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-29 17:34:54

કુઆલાલંપુર: ભારતના સ્ટાર શટલર એચએસ પ્રણોયે મલેશિયાના કુઆલાલંપુરમાં રમાઈ રહેલી મલેશિયા માસ્ટર્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. પ્રણવે ચીનના વાંગ હોંગયાંગને ત્રણ ગેમમાં 21-19, 13-21 અને 21-18થી હરાવીને ફાઇનલમાં જીત મેળવી. બંને વચ્ચે મુકાબલો 94 મિનિટ સુધી ચાલ્યો. મલેશિયા માસ્ટર્સ ચેમ્પિયનશિપ જીતનાર પ્રણય સાઈના નેહવાલ અને પીવી સિંધુ પછી ત્રીજા ભારતીય બન્યા છે. સાથે જ મેન્સ સિંગલ કેટેગરીમાં જીતનાર પ્રથમ ભારતીય બન્યા. આ સિઝનમાં પ્રણોયનો આ પહેલો મેડલ છે.

ભારતે હવે ચાર વખત ચેમ્પિયનશિપ જીતી છે
પ્રણોયની સાથે ભારતે હવે 4 વખત ચેમ્પિયનશિપ જીતી છે. પ્રથમ વખત મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ આવ્યો. આ સાથે જ ભારતને મહિલા સિંગલ્સમાં ત્રણ વખત ગોલ્ડ મળ્યો છે. 2 વખત પીવી સિંધુ અને એક વખત સાઇના નેહવાલે ચેમ્પિયનશિપ જીતી છે.


પ્રણોયને સેમિફાઇનલમાં વોકઓવર મળ્યો
પ્રણોયને શનિવારે સેમિફાઇનલમાં ઇન્ડોનેશિયાના ક્રિસ્ટિયન અદિનાતા સામે વોકઓવર મળ્યો. મેચ દરમિયાન અદિનાતાને તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી. પ્રથમ સેટ દરમિયાન પ્રણોય 19-17થી આગળ હતા. આ દરમિયાન અદિનાતાનો ડાબો ઘૂંટણ વળી ગયો અને તેના ઘૂંટણમાં ઈજા થઈ. ભારતનો એચએસ પ્રણોય મલેશિયામાં જબરદસ્ત ફોર્મમાં છે. તેમણે વિશ્વના ક્રમાંક 6 ચાઉ ટિએન ચેનને, ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન લી શી ફેંગ અને મેડ્રિડ માસ્ટર્સ 2023ના વિજેતા કેન્ટા નિશિમોતોને હરાવી ​​​​​​​સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો.

સિંધુ સેમિફાઈનલમાં હારી ગઈ
ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ સેમિફાઈનલમાં હારી ગઈ. શનિવારે મહિલા સિંગલ્સની મેચમાં તેમને સતત બે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેણીને ઇન્ડોનેશિયાની ગ્રેગોરિયા મેરિસાકાએ પહેલા સેટમાં 14-21 અને બીજા સેટમાં 17-21થી પરાજય આપ્યો હતો. આ સાથે લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત અને માલવિકા બંસોડને અનુક્રમે રાઉન્ડ ઓફ 16, ક્વાર્ટર ફાઈનલ અને રાઉન્ડ ઓફ 32માં હારનો સામનો કરવો પડ્યો.

વિશ્વના 84 શટલર્સે સિંગલ્સમાં ભાગ લીધો હતો
મલેશિયા માસ્ટર્સમાં વિશ્વભરના 84 શટલરોએ ભાગ લીધો હતો. તે જ સમયે, તેમાં 108 ડબલ્સ ટીમોનો પણ સમાવેશ થાય છે. મલેશિયા માસ્ટર્સ 2009માં શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારથી તે દર વર્ષે મલેશિયામાં વિવિધ સ્થળોએ રમાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post