• Home
  • News
  • જોકોવિચે કહ્યું- મને પણ કોરોના થયો હતો, તેમ છતાં જો વેક્સિન ફરજિયાત કરાય છે તો રમવું મુશ્કેલ થઈ જશે
post

દુનિયાના નંબર-1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ યુએસ ઓપનમાં રમશે, 31 ઓગસ્ટથી શરૂ થશે ગ્રાન્ડ સ્લેમ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-22 12:11:52

દુનિયાનો નંબર એક ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ યુએસ ઓપન માટે પોતાની હેલ્થ પર ધ્યાન આપી રહ્યો છે. તે કોરોના વેક્સિનના વિરોધમાં નથી, પરંતુ રમવા માટે વેક્સિનની અનિવાર્યતાનો વિરોધી છે. તેણે એમ પણ કહ્યું કે, જૂનમાં એડ્રિયા ટૂરનું આયોજન તેણે સારા ઈરાદા સાથે કર્યું હતું. જોકે, કોરોનાવાઈરસ ક્લસ્ટર બની ગયો. સર્બિયાનો જોકોવિચ 31 ઓગસ્ટથી શરૂ થનારી ટેનિસ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનમાં ભાગ લેવાનો છે. તે પરિવાર વગર ન્યૂયોર્ક પહોંચ્યો છે. તેનો આ વર્ષે જીત-હારનો રેકોર્ડ 18-0નો છે. જોકોવિચે ત્રણ વખત યુએસ ઓપન જીતી છે.

એડ્રિયા ટૂર અંગે : માત્ર એક વ્યક્તિને કેવી રીતે ખોટો ઠેરવી શકો છો
જોકોવિચે જૂનમાં સર્બિયા અને ક્રોએશિયામાં ચેરિટી એક્ઝીબિશન સીરિઝ એડ્રિયા ટૂરનું આયોજન કર્યું હતું. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયું ન હતું, જેના કારણે કોરોનાના કેસ વધી ગયા હતા. જોકોવિચની ઘણી ટીકા થઈ હતી. જોકોવિચે કહ્યું કે, ‘આ ટૂર લોઅર રેન્કના ખેલાડીઓની મદદ કરવા માટે હતી. તેમાં સરકાર અને ટેનિસ ફેડરેશનનો સહયોગ હતો. અમે સારા ઈરાદા સાથે કંઈક કરવાનો પ્રયાસ કર્યો હતો. શું એક ભૂલના કારણે મને દોષી ઠેરવાશે? હું મારી ભૂલ સ્વીકારું છું. જો ભવિષ્યમાં મને ફરીથી એડ્રિયા ટૂર આયોજિત કરવાની તક મળશે તો જરૂર કરીશ. જોકે, આ સમગ્ર બાબતે તમે માત્ર એક વ્યક્તિને ખોટો કેવી રીતે ઠેરવી શકો.

કોરોના અંગે : નથી જાણ તા કે કઈ વસ્તુ સાથે ડીલ કરી રહ્યા છીએ
જોકોવિચે કહ્યું, ‘મારા કોરોનાના લક્ષણ બહુ ઓછા હતા. તાવ ન હતો, પરંતુ થાક લાગતો હતો, સુંઘવા અને સ્વાદની ક્ષમતા ઘટી ગઈ હતી. પ્રેક્ટિસ કરી તો સ્ટેમિના ઘટી ગયો હતો. બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ એ બધું જ કરાવ્યું જે શક્ય હતું. હું બચાવના દરેક પ્રકારના ઈલાજ કરી રહ્યો છું, કેમ કે આપણે એ જાણતા નથી કે કઈ વસ્તુનો સામનો કરી રહ્યા છીએ.

વેક્સિન અંગે : હું વિરોધી નથી, પરંતુ જબરદસ્તી ન કરાય
કોરોના વેક્સિન અંગે જોકોવિચે કહ્યું કે, ‘મને પણ કોરોના થયો હતો. તેમ છતાં મેં વેક્સિન અંગેના મારા વિચાર બદલ્યા નથી. જો રમવા માટે કોરોના વેક્સિન ફરજિયાત કરાય છે તો રમવું મુશ્કેલ બનશે. મીડિયા કહે છે કે હું વેક્સિનનો વિરોધી છું. ખરેખર આવું નથી. વેક્સિન અંગે બોલનારો હું કોણ છું. હું ફરજિયાતપણે વેક્સિન લગાવવાનો વિરોધ કરું છું’.

US ઓપન અંગે : નિયમોનું પાલન કરીને ટૂર્નામેન્ટમાં ભાગ લઈશ
જોકોવિચે કહ્યું, ‘અગાઉ હું ન્યૂયોર્ક આવવાનો ન હતો. યુરોપિયન સરકારના એ નિર્ણય પછી મેં મારો નિર્ણય બદલ્યો, જેમાં તેમણે કહ્યું હતું કે, યુએસ ઓપનમાં રમનારા ખેલાડીઓએ પાછા આવ્યા પછી ક્વોરેન્ટાઈનમાં જવાનું રહેશે નહીં. હજુ પણ છે. હું નિયમો અને પ્રતિબંધોનું સમ્માન કરું છું. ઓન કોર્ટ અને ઓફ કોર્ટ કંઈ પણ થઈ શકે છે’.

મોટા ખેલાડીઓના ન રમવા અંગે : ટૂર્નામેન્ટ દરમિયાન ફેડરર-નાડાલને યાદ કરાશે
33
વર્ષના જોકોવિચે કહ્યું કે, 61 ગ્રાન્ડ સ્લેમમાં પ્રથમ મેજર ટૂર્નામેન્ટ હશે, જ્યારે નાડાલ અને ફેડરર બંને નહીં રમે. નાડાલે ક્લે કોર્ટને પ્રાથમિકતા આપી છે, જ્યારે ફેડરર ઘુંટણની સર્જરીના કારણે આખી સિઝનમાંથી ખસી ગયો છે. જોકોવિચે કહ્યું કે, ‘તે રમતના દિગ્ગજ છે. ટૂર્નામેન્ટ દરમિયાન તેમને ખૂબ યાદ કરાશે’. તેણે કહ્યું કે, ‘હું ફેડરરના 20 ગ્રાન્ડ સ્લેમ જીતવા અને 310 સપ્તાહ સુધી નં-1 રહેવાનો રેકોર્ડ તોડવા માગું છું’. જોકોવિચ 282 સપ્તાહથી નં-1 પર છે.