• Home
  • News
  • વિરાટે વીડિયો શેર કરીને કહ્યું- આપણી વચ્ચે કેટલો વિશ્વાસ હતો તે સમજાવી શકતો નથી, આપણે બંને હંમેશા ભારતને જીતાડવા માગતા હતા
post

વિરાટે કહ્યું, મેં પહેલા પણ કહ્યું છે અને અત્યારે પણ કહીશ- તમે હંમેશા મારા કેપ્ટન રહેશો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 12:24:37

મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિના લગભગ 24 કલાક પછી, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન કૂલને ટ્રિબ્યૂટ આપતા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. કોહલીએ કહ્યું કે, આ વીડિયો સિવાય અન્ય કોઈ રસ્તો નથી, તે જણાવવા માટે કે ધોની અને મારા વચ્ચે કેટલી પરસ્પર સમજણ હતી, કેટલો વિશ્વાસ અને આદર હતો.


કોહલીએ કહ્યું- હું જાણતો હતો કે અમારા બંને પરના વિશ્વાસના આધારે કે તેઓ જે કોલ (દોડવા માટેનું સૂચન) આપશે તે પૂરો થશે. તેઓ અવાજ આપતા હતા અને હું માથું નીચે કરીને દોડવાતા લાગતો હતો. એકબીજાને સમજવું અને માન આપવું એ એવી વસ્તુ નથી જે બાઈચાન્સ થાય છે. આ કુદરતી રીતે ઉદ્ભવે છે જ્યારે બે લોકો એક સાથે જોડાયેલા હોય છે અને બંનેનું એક જ સ્વપ્ન હોય છે. તે સ્વપ્ન હંમેશાં ભારતને જીતાડવાનું છે. આ બધી ક્ષણો માટે કેપ્ટનનો આભાર.

ક્યારેક શબ્દો ઓછા પડી જાય છે

ઇન્સ્ટાગ્રામ પર વીડિયો સિવાય BCCIએ પણ કોહલીનો એક વીડિયો શેર કર્યો છે. તેમાં કોહલીએ કહ્યું કે, મને લાગે છે કે આ જીવનની તે જ ક્ષણ છે, જ્યારે શબ્દો ઓછા પડી જાય છે. હું વધારે નહિ કહું, પણ તમે તે વ્યક્તિ છો જે બસની છેલ્લી સીટ પર બેસતા હતા. હું વધારે નહિ કહું, પરંતુ તમારી હાજરી અને તમારું વ્યક્તિત્વ ઘણું કહે છે. તમે હંમેશા તે વ્યક્તિ જ રહેશો. આપણે હંમેશાં એક જ લક્ષ્ય માટે રમ્યા. તમે મારા પર વિશ્વાસ કર્યો અને હું તેના માટે હંમેશા આભારી રહીશ. અને, એક વાત જે મેં પહેલાં પણ કહી છે, અત્યારે પણ કહીશ, તમે હંમેશા મારા કેપ્ટન રહેશો.