• Home
  • News
  • મેં 50 દિવસથી જેવલિનને હાથ નથી અડાડ્યો, પરંતુ પરફેક્ટ થ્રો માટે તૈયાર: નીરજ ચોપરા
post

ટોક્યો ઓલિમ્પિકના સ્થગિત થવાને સકારાત્મક રીતે લેનાર નીરજને મેડલની આશા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 11:50:18

ચંદીગઢ: ભારતીય એથ્લેટિક્સના ગોલ્ડન બૉય નીરજ ચોપરાએ જેવલિનને હાથમાં લીધે 50 દિવસથી વધુનો સમય થયો છે, તે આતુરતાથી ટ્રેક પર પરત ફરી થ્રો કરવાની રાહ જોવે છે. ઓલિમ્પિકમાં ભારતની સૌથી મોટી આશા મનાતા 22 વર્ષીય નીરજ પોતાનો પરફેક્ટ થ્રો કરવા માટે તૈયાર છે. તે હાલ NIS પટિયાલામાં છે અને ફિટનેસ પર કામ કરી રહ્યો છે. આ અગાઉ તે તુર્કીમાં ટ્રેનિંગ કરી રહ્યો હતો. પરંતુ 18 માર્ચે તેમને ભારત પરત ફરવું પડ્યું. ત્યારથી તે મેદાનથી દૂર છે.


દબાણમાં નથી રહેતો, દરેક ટૂર્ના.માં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું મુખ્ય લક્ષ્ય
વર્લ્ડ જુનિયર રેકોર્ડ હોલ્ડર નીરજે કહ્યું,‘હું દબાણમાં રહેતો નથી. લોકો જો મારાથી આશા રાખે છે તો તે ગર્વની વાત છે. આ મારો આત્મવિશ્વાસ વધારે છે. હું ના તો માઈલસ્ટોન વિશે વધુ વિચારું છું અને ના તો મેડલ અંગે. મારો લક્ષ્યાંક દરેક ટૂર્નામેન્ટમાં બેસ્ટ આપવાનો રહે છે. એક દિવસમાં તમારે પોતાની સંપૂર્ણ રમત દેખાડવાની રહે છે. મારી સામે પ્રભાવ પાડનારી ઘણી વસ્તુઓ થાય છે જેમકે મારા વિરોધીઓ કેવી રીતે પર્ફોર્મ કરે છે. તેથી હું એ બાબતો પર જ ધ્યાન આપું છું જે મારા નિયંત્રણમાં હોય છે. જેમકે મારી ટ્રેનિંગ અને મારો થ્રો. હું માત્ર તેમની પર ફોક્સ કરું છું.

લૉકડાઉન દરમિયાન કંડીશનિંગ અને ફિટનેસ પર કામ કરું છું
એશિયન અને કોમનવેલ્થ ચેમ્પિયને કહ્યું કે,‘લૉકડાઉને ટ્રેનિંગને મુશ્કેલ બનાવી દીધી છે. હું આ સમયે કંડીશનિંગ અને ફિટનેસ પર કામ કરી રહ્યો છું. પોતાના રુટીનને નોર્મલ રાખવાનો પ્રયાસ કરું છું. દિવસમાં 2 વાર ટ્રેનિંગ કરું છું. માનસિક રીતે સંપૂર્ણ બેલેન્સ રાખવાનો પણ પ્રયાસ ચાલુ છે. પરંતુ અમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે આ બ્રેક લાંબો છે અને આવા સમયે નકારાત્મક વિચારો હાવી ના થઈ જાય. ઘણીવાર એવું થાય છે કે તમે સ્થિતિ પર નિયંત્રણ મેળવી શકતા નથી. એક એથ્લિટ તરીકે હું પોતાની ટ્રેનિંગ અને પોઝિટિવ માઈન્ડસેટ પર જ ફોક્સ કરી શકું છું.

·         નીરજે ઈજામાંથી પરત ફર્યા બાદ આ જ વર્ષે જાન્યુઆરીમાં દ.આફ્રિકામાં ટોક્યો ઓલિમ્પિકનો ક્વૉટા મેળવ્યો હતો.

·         તે કહે છે કે- જો ઓલિમ્પિક યોગ્ય સમયે થાય છે તો તે માટે તૈયાર હતો. હવે ટેક્નિકલ સ્કિલ્સ સુધારી રહ્યો છું