• Home
  • News
  • આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિના મદદનીશ હરિત શુકલા પોઝિટિવ: IASને સંક્રમણની રાજ્યમાં પ્રથમ ઘટના
post

હરિત શુક્લા છેલ્લા અઢી મહિનાથી કોવિડ હોસ્પિટલ, ડોક્ટર અને અધિકારીઓના સીધા સંપર્કમાં હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-09 12:10:43

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનો વધતો વ્ચાપ અટકવાનું નામ નથી લઇ રહ્યો. રાજ્યમાં પહેલીવાર કોઇ IAS અધિકારી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની ટીમના સભ્ય IAS હરિત શુક્લાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હરિત શુક્લા છેલ્લા અઢી મહિનાથી સતત કોવિડ હોસ્પિટલ, ડોક્ટર અને અધિકારીઓના સીધા સંપર્કમાં હતા. હરિત શુક્લા સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સેક્રેટરી છે અને અઢી મહિનાથી આરોગ્ય વિભાગમાં ફરજ બજાવી રહ્યાં છે.  હાલ હરિત શુક્લા પોતાના ઘરે ક્વોરન્ટિન થયા છે.

અનેક ડોક્ટર, અધિકારીઓ તેમના સંપર્કમાં હતા
આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા રાજ્યના સિનિયર IASનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. હરિત શુક્લ કોવિડ હોસ્પિટલથી લઇને અધિકારી, ડોક્ટર અને અન્ય આરોગ્યકર્મીઓ સાથે સતત સંપર્કમાં રહેતા હતા. તેઓ આરોગ્ય વિભાગની મીટિંગોમાં પણ હાજર રહેતા હતા. તેવામાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવવાથી તેમના સંપર્કમાં આવેલા અધિકારી, ડોક્ટર અને આરોગ્યકર્મીઓનું ચેક્પ કરાયું હતું. જોકે જે અધિકારીઓને મળ્યા છે, તેવા કોઇ અધિકારીમાં હાલ કોરોનાના કોઇ લક્ષણ જોવા મળ્યા નથી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post