• Home
  • News
  • કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં રથયાત્રા પસાર થતી હોવાથી 25 હજાર પોલીસકર્મી પર કોરોનાનો ખતરો, IBનું એલર્ટ
post

રથયાત્રા બાદ અન્ય રથયાત્રામાં હાજર પોલીસકર્મી પોતાના જિલ્લામાં સંક્રમિત થઈને જાય તો ત્યાં કોરોના વિસ્ફોટ થઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-17 12:11:52

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રાને માત્ર ગણતરીના દિવસો બાકી છે . આવા સમયે આઈબીનો રથયાત્રાના સદર્ભે આપેલા રિપોર્ટ બાદ પોલીસ ડિપાર્ટમેન્ટ અને સરકાર પણ ચિંતિત છે. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ (IB)એ આપેલા રિપોર્ટ મુજબ રથયાત્રા કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં પસાર થવાની છે. આ રથયાત્રામાં 25 હજાર પોલીસ કર્મીઓ હાજર રહેશે. જો તેમને કોરોનાનો ચેપ લાગે તો કોરોના સંક્રમણ વધી શકે છે અને આ સંક્રમણ સમગ્ર રાજ્યમાં ફેલાઈ શકે છે. કારણકે રથયાત્રામાં અમદાવાદ આવેલા પોલીસકર્મીઓ તેમના જિલ્લામાં પરત જાય ત્યારે સંક્રમિત પોલીસ અન્યને સંક્રમિત કરી શકે છે.

સરકારે બનાવેલી કમિટીએ IB પાસે રિપોર્ટ માંગ્યો છે
અમદાવાદની રથયાત્રાને લઈને સરકાર તરફથી કમિટી બનાવવામાં આવી છે. જેમાં ગૃહપ્રધાન,રાજ્યના ડીજીપી,અમદાવાદ શહેર પોલીસ કમિશનર,કલેક્ટર. આ કમિટી દ્વારા રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ હાલ સરકાર ગુપ્તચર એજન્સીઓનો રિપોર્ટ મંગાવ્યો છે. અમદાવાદ- રથયાત્રાને લઈને IBનો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાનું સંક્રમણ મોટી સંખ્યામાં વધી શકે છે.

ધાર્મિક કાર્યક્રમથી સંક્રમણ વધ્યાનું ઉદાહરણ સરકારને સોંપાયું
ગુપ્તચર એજન્સીના રિપોર્ટમાં રથયાત્રા દરમિયાન કોરોનાનું સંક્રમણ વધવાની ચેતવણી આપવામાં આવી છે. બહારથી આવતાં પોલીસકર્મીઓ અને સ્થાનિક પોલીસ બંદોબસ્તમાં રહેશે તો પોલીસકર્મીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ શકશે અને ત્યારબાદ કોરોનાથી સંક્રમિત થનારાના આંકડા વધી જશે. રથયાત્રા એ ઐતિહાસિક પર્વ છે પરંતુ કોરોનાની મહામારી પણ વૈશ્વિક છે. આ મહામારીની રથયાત્રા પણ અસર થઈ શકે તેમ છે. અગાઉ પણ ધાર્મિક કાર્યક્રમથી કોરોનાનું સંક્રમણ વધ્યું હતું તેના ઉદાહરણ સાથેનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post