• Home
  • News
  • ICCએ T20 બેટ્સમેનનું નવું રેન્કિંગ કર્યુ જાહેર, ભારતના બે ખેલાડી ટોપ-10માં સામેલ
post

ઓલ રાઉન્ડરોની વાત કરીએ તો ગ્લેન મેક્સવેલે એક સ્ટેપ આગળ વધ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-10 11:56:11

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 શ્રેણીના પુર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે T20 રેન્કિંગ જાહેર કર્યુ છે. ICC T20 રેન્કિંગમાં મોટા ફેરફાર થયાનું સામે આવ્યુ છે. નવા રેન્કિંગ મુજબ પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નંબર વન બેટ્સમેન નથી. ઈંગ્લેન્ડના બેટ્સમેન ડેવિડ મલાને તેની દમદાર બેટીંગ દ્વારા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ ક્રમે આવવાનો દરજ્જો મેળવી લીધો છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાયેલી ત્રણ મેચની T-20 શ્રેણીમાં ઈંગ્લેન્ડે 2-1થી જીત મેળવી લીધી હતી. ડેવિડ મલાને આ શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. શ્રેણી દરમ્યાન મલાને 3 ઈંનિગમાં 129 રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદી સામેલ હતી. આ સારા પ્રદર્શનનો તેને ફાયદો થયો છે અને હવે તે T20 ક્રિકેટનો નંબર વન ખેલાડી બની ગયો છે.

બીજી તરફ બાબર આઝમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાનની T20 સિરીઝમાં સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો, જેના કારણે તેણે નંબર વનની ખુરશી ગુમાવવી પડી છે. ભારતીય બેટ્સમેન કે એલ રાહુલને નવી આઈસીસી T20 રેન્કિંગમાં નુકસાન થયું છે. તે બીજા નંબરથી સીધો ચોથા નંબર પર પહોંચ્યો છે, જ્યારે વિરાટ કોહલી 10માં ક્રમેથી 9માં સ્થાને પહોંચ્યો છે. એરોન ફિંચ પોતાનું ત્રીજુ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે તો ઈયોન મોર્ગન ત્રણ સ્થાન ગુમાવી નીચે પહોંચી ચૂક્યો છે, જે હવે 7માંથી 10માં સ્થાન પર આવી ગયો છે. ડેવિડ મલાન 877 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે બાબર આઝમના ખાતામાં 869 પોઈન્ટ છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓલ રાઉન્ડરોની વાત કરીએ તો ગ્લેન મેક્સવેલે એક સ્ટેપ આગળ વધ્યો છે. આ શ્રેણી પહેલા તે ત્રીજા સ્થાને હતો, પરંતુ હવે તે 220 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચ્યો છે, જ્યારે અફઘાનિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ નબી 294 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. સીન વિલિયમ્સ 213 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. બોલિંગ રેન્કિંગમાં ટોચના 3માં કોઈ ફેરફાર નથી અને એ જ સ્થિતી જળવાઈ રહી છે. જેમાં રાશિદ ખાન પહેલા નંબર પર જ કાયમ રહ્યા