• Home
  • News
  • ICC એ ટી20 વિશ્વકપનો કાર્યક્રમ કર્યો જાહેર, 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર
post

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આઈસીસી ટી20 વિશ્વકપનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ટૂર્નામેન્ટની શરૂઆત 17 ઓક્ટોબરથી થશે અને ફાઇનલ મેચ 14 નવેમ્બરે રમાશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-18 12:08:31

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) એ ઓક્ટોબર મહિનામાં શરૂ થનાર ટી20 વિશ્વકપના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આઈસીસીએ ગ્રુપની પહેલા જ જાહેરાત કરી દીધી હતી. આજે આઈસીસીએ સત્તાવાર કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. આઈસીસી ટી20 વિશ્વકપનો પ્રારંભ 17 ઓક્ટોબરથી ક્વોલિફાઇ રાઉન્ડ સાથે થવાનો છે. ત્યારબાદ 23 ઓક્ટોબરથી ટી20 વિશ્વકપનો મહત્વના મુકાબલાની શરૂઆત થવાની છે. ભારત અને પાકિસ્તાન 24 ઓક્ટોબરે દુબઈમાં આમને-સામને હશે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ 14 નવેમ્બરે રમાશે. 

આ છે ભારતનો કાર્યક્રમ
24
ઓક્ટોબરે ભારત vs પાકિસ્તાન
દુબઈમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને
31
ઓક્ટોબરે ભારત અને ન્યૂઝીલેન્ડ આમને-સામને
3
નવેમ્બરે અફઘાનિસ્તાન સામે ટકરાશે ભારત
5
નવેમ્બરે ભારત અને ગ્રુપ-બીની ક્વોલિફાયર B1
8
નવેમ્બરે ભારત અને ક્વોલિફાર A2

આઈસીસી ટી-20 વર્લ્ડ કપ ગ્રુપ
રાઉન્ડ-1
ગ્રુપ A: શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ, નામ્બિયા
ગ્રુપ B: બાંગ્લાદેશ, સ્કૉટલેન્ડ, પપુઆ ન્યૂ ગિની, ઓમાન

સુપર 12
ગ્રુપ A: ઑસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઇન્ડિઝ, A1, B2
ગ્રુપ B: ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, B1, A2

14 નવેમ્બરે રમાશે ફાઇનલ જંગ
આઈસીસી ટી20 વિશ્વકપના મુખ્ય રાઉન્ડમાં કુલ 12 ટીમ ભાગ લેવાની છે. આઈસીસીએ આ માટે બે ગ્રુપ બનાવ્યા છે. ભારતીય ટીમ ગ્રુપ-બીમાં છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ 10 નવેમ્બરે અને બીજી સેમિફાઇનલ 11 નવેમ્બરે રમાશે. જ્યારે ફાઇનલ જંગ 14 નવેમ્બરે રમાશે.