• Home
  • News
  • T-20 વર્લ્ડ કપ પર નિર્ણય લેવામાં આવી શકે છે, તેના આધારે BCCI IPL અને એશિયા કપ અંગે નિર્ણય લેશે
post

T-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી થવાનો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 10:39:09

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની આજે વર્ચ્યુઅલ મીટિંગ છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર T-20 વર્લ્ડ કપ પર નિર્ણય લેવામાં આવી શકે છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) પણ ઇચ્છે છે કે વર્લ્ડ કપ રમાશે કે સ્થગિત થશે તે ખબર પડે. જેથી એ પ્રમાણે બોર્ડ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને એશિયા કપની તૈયારી કરી શકે. સૂત્રોનું માનીએ તો મીટિંગમાં આ મહિને થનાર ICC અધ્યક્ષ પદની ચૂંટણીના લીધે T-20 વર્લ્ડ કપ પર નિર્ણય ટળી શકે છે.

T-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી થવાનો છે. કોરોનાના કારણે 29 માર્ચથી શરૂ થનાર IPLને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે. સપ્ટેમ્બરમાં પાકિસ્તાનની યજમાનીમાં એશિયા કપ પણ થવાનો છે. તેના પર પણ નિર્ણય થવાનો બાકી છે. માનવામાં આવે છે કે, જો T-20 વર્લ્ડ કપ સ્થગિત થશે તો તેની જગ્યાએ IPL કરાવવામાં આવી શકે છે.