• Home
  • News
  • ICC test ranking: વિલિયમસનને હટાવી સ્મિથ બન્યો નંબર-1 બેટ્સમેન, જાણો કોહલી ક્યા સ્થાને
post

સ્મિથે પાછલા વર્ષે બોક્સિંગ ડે ટેસ્ટ બાદ પ્રથમવાર સર્વોચ્ચ સ્થાન હાસિલ કર્યુ, તેણે ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનને હટાવ્યો જે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પોતાની ટીમની આગેવાની કરશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-17 11:52:49

દુબઈઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી  (Virat Kohli) બુધવારે જારી તાજા આઈસીસી  ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી ગયો, જ્યારે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે ફરી ટોચનું સ્થાન હાસિલ કરી લીધુ છે. 

શુક્રવારે સાઉથમ્પ્ટનના હેમ્પશર બાઉલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતની આગેવાની કરનાર કોહલીના 814 પોઈન્ટ છે. ટોપ-10માં સામેલ અન્ય ભારતીયોમાં કોહલીની સાથે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત (747 પોઈન્ટ) અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (747 પોઈન્ટ) હાજર છે જેણે પોતાનું સંયુક્ત છઠ્ઠુ સ્થાન જાળવી રાખ્યું છે. 

સ્મિથે પાછલા વર્ષે બોક્સિંગ ડે ટેસ્ટ બાદ પ્રથમવાર સર્વોચ્ચ સ્થાન હાસિલ કર્યુ, તેણે ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનને હટાવ્યો જે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પોતાની ટીમની આગેવાની કરશે. વિલિયમસન ઈજાને કારણે ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચમાં રમી શક્યો નથી જેનાથી તે સ્મિથ કરતા પાંચ રેટિંગ પોઈન્ટ નીચે આવી ગયો અને તે બેટ્સમેનોના રેન્કિંગમાં બીજા સ્થાને છે. 

સ્મિથના 891 રેટિંગ પોઈન્ટ છે. તેનો મતલબ છે કે સ્મિથ કુલ 167 ટેસ્ટમાં ટોપ પર રહ્યો છે અને તે માત્ર ગૈરી સોબર્સ (189 મેચ) અને વિવિયન રિચર્ડ્સ (179 મેચ) થી પાછળ છે. ટેસ્ટ બોલરોના રેન્કિંગમાં ભારતીય સ્પિનર અશ્વિન (850 પોઈન્ટ) ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ (908 પોઈન્ટ) બાદ બીજા સ્થાને છે. તે ટોપ-10માં એકમાત્ર ભારતીય બોલર છે. 

વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર ટેસ્ટ ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં 412 રેટિંગ પોઈન્ટની સાથે પ્રથમ સ્થાને છે. ભારતનો રવિન્દ્ર જાડેજા (386 પોઈન્ટ) અને અશ્વિન (353 પોઈન્ટ) ક્રમશઃ બીજા અને ચોથા સ્થાન પર છે. 

ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરી પોતાના કરિયરમાં સર્વશ્રેષઅઠ 307 પોઈન્ટ અને 64માં સ્થાને પહોંચ્યો જ્યારે એઝાજ પટેલે પણ કરિયરમાં અત્યાર સુધીના સર્વાધિક 323 પોઈન્ટ મેળવ્યા છે. ડેવોન કોનવે સંયુક્ત રૂપથી 61માં સ્થાન પર છે. આ રેન્કિંગ અપડેટમાં સાઉથ આફ્રિકા અને વિન્ડીઝ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ પણ સામેલ છે. ડી કોક ચેતેશ્વર પૂજારાની સાથે સંયુક્ત 12માં સ્થાને પહોંચી ગયો છે.