• Home
  • News
  • AMC દ્વારા સર્વે કરી 50થી વધુ કેસ ન શોધ્યા હોત તો અમદાવાદમાં 600 લોકોના મોત થયા હોત
post

ICMRના અભ્યાસ મુજબ રોગનો 1 સંક્રમિત વ્યક્તિ 406 વ્યક્તિને ચેપ લગાડે જેથી 3 ટકા મૃત્યુની ગણતરીએ આટલા મોત થયા હોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-10 08:50:28

અમદાવાદ: કોરોના વાઇરસના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં 58 કેસો સામે આવ્યા છે. ICMRના અભ્યાસ મુજબ રોગનો 1 સંક્રમિત વ્યક્તિ 1 માસમાં 406 વ્યક્તિને ચેપ લગાડી શકે છે. 3 ટકા મૃત્યુની ગણતરીએ આજે નોંધાયેલા 50થી વધુ કેસોની જો જાણ થઈ ન હોત તો 600 જેટલા લોકોના મોત થવાની શક્યતા હતી. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનના આ સર્વે અને ટેસ્ટિંગના કારણે મોત થતા અટકાવી શકાયા છે.

30
જેટલા કોરોના શંકાસ્પદ હોસ્પિટલમાં દાખલ

શહેરના કોટ વિસ્તારમાં આજથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર મેડિકલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 30 જેટલા લોકો કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દી જણાઈ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  જ્યારે સર્વે દરમ્યાન 557 જેટલા ક્વોરન્ટીન સેન્ટર અને અન્ય જગ્યાએથી 191 મળી કુલ 748 સેમ્પલ લેવામાં આવ્યા હતાં. 

2000 આરોગ્યકર્મીઓ સર્વેમાં જોડાયા
આજથી કોટ વિસ્તારમાં ખાડીયા, જમાલપુર, દરિયાપુર, શાહપુર રાયખડ, કાલુપુર વિસ્તારમાં 972 જેટલી ટીમોના 2000 આરોગ્યકર્મીઓએ સવારે 8 વાગ્યાથી સર્વે શરૂ કર્યો હતો. જેમાં 63293 ઘરમાં કુલ 3.06 લાખ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે દરમ્યાન શંકાસ્પદ તાવ, પોઝિટિવ કેસના કોન્ટેક્ટ્સ, હાઇલી સેન્સેટિવ લાગતા વ્યક્તિના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. સૌથી વધુ શંકાસ્પદ 9 લોકો અને સેમ્પલ લેવાયા છે.

કોટ વિસ્તારમાં સર્વે દરમ્યાન 30 શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા
કોરોના વાઇરસના હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આજથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર મેડિકલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 30 જેટલા લોકો કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દી જણાઈ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે સર્વે દરમ્યાન 557 જેટલા, ક્વોરન્ટીન સેન્ટર અને અન્ય જગ્યાએથી 191 મળી કુલ 748 સેમ્પલ લેવામાં આવ્યા હતાં. 

કુલ 3.06 લાખ લોકોનો સર્વે કરવામાં આવ્યો
આજથી કોટ વિસ્તારમાં ખાડીયા, જમાલપુર, દરિયાપુર, શાહપુર રાયખડ, કાલુપુર વિસ્તારમાં 972 જેટલી ટીમોના 2000 આરોગ્યકર્મીઓએ સવારે 8 વાગ્યાથી સર્વે શરૂ કર્યો હતો. જેમાં 63293 ઘરમાં કુલ 3.06 લાખ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે દરમ્યાન શંકાસ્પદ તાવ, પોઝિટિવ કેસના કોન્ટેક્ટ્સ, હાઇલી સેન્સેટિવ લાગતા વ્યક્તિના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. સૌથી વધુ શંકાસ્પદ 9 લોકો અને સેમ્પલ લેવાયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post