• Home
  • News
  • …તો AMC મફત દૂધ-શાક અને દવા-કરિયાણું પૂરું પાડશે, અ’વાદમાં પાન-ગલ્લા 31મી માર્ચ સુધી બંધ
post

31 માર્ચ સુધી તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ- કરિયાણાની દુકાનો પરથી પણ પાન-મસાલા-ગુટખા વેચી શકાશે નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 16:06:06

રાજ્યમાં કોરોના વાયરસના કારણે પાંચ પોઝિટિવ કેસને લઈ તંત્ર વધુ સજ્જ થઈ રહ્યું છે. આ અંગે આજે AMCએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યાં હતાં. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં કોરોના વાયરસના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 492 લોકોને ઘરે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હોમ ક્વોરન્ટાઈન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 450 લોકોએ 14 દિવસનો સમય પૂર્ણ કર્યો છે. અત્યાર સુધી 900થી વધુ લોકો વિદેશોમાંથી આવ્યા છે.

વિજય નેહરાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, કોઈ પણ પરિવાર સ્વૈચ્છિક રીતે 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈન રહેવા માગતો હશે તેમને દૂધ, પાણી, શાકભાજી, અનાજ-કરિયાણું મ્યુનિ. મફતમાં ઘરે પહોંચાડશે. મ્યુનિસિપિલ કમિશનર વિજય નેહરાએ અપીલ કરી છે કે તમામ વિદેશથી આવેલા લોકોના પરિવારજનોને આ સુવિધાનો લાભ લેવો. હોમ ક્વોરન્ટાઈનમાં રહેનાર વ્યક્તિના પરિવારને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. કોરોન્ટાઇનમાં રહેનારા તમામ લોકોને ફ્રીમાં તમામ સુવિધા મળશે.

 

તેમણે જણાવ્યું હતું કે, હોમ ક્વોરન્ટાઈનમાં રહેનાર વ્યક્તિના પરિવારને શાકભાજી, ફળ અને તમામ જીવન જરુરી વસ્તુ ઘર સુધી પહોચાડાશે. હોમ ક્વોરન્ટાઈનમાં રહેનાર લોકોને જીવન જરૂરીયાતની તમામ વસ્તુ પુરી પડાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રવિવારે સવારે જનતા કર્ફ્યૂ હોવાથી 7થી રાત્રે 9 સુધી એએમસી હેઠળના વિસ્તારોમાં એએમટીએસ, બીઆરટીએસ સંપૂર્ણપણે બંધ રહેશે. રવિવારે એએમસીના તમામ બાગ-બગીચા, કાંકરિયા લેકફ્રન્ટ, ખાણી-પીણી બજારો, ઔદ્યૌગિક એકમો-વાણિજ્ય એકમો હોટલ-રેસ્ટોરાંના એસોસિયેશનને તમામ એકમો બંધ રાખવા પણ અપીલ કરી છે.રવિવારે ગુજરી બજાર, ત્રણ દરવાજા બજાર, પાનકોરનાકા બજાર, સિંધી માર્કેટ સહિતના બધા બજારો સંપૂર્ણ બંધ રહેશે. હવે સોમવારથી જાહેર રસ્તા પર થુંકવા પર 1 હજાર રૂપિયાનો દંડ ફટકારશે. કરિયાણાની દુકાનો અમદાવાદમાં ચાલુ રહેશે.

અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિ. સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર 31 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સને 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જાહેરમાં થૂંકવા બદલ 4 દિવસમાં 4500થી વધુ લોકોને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે આજથી અમદાવાદના તમામ પાનના ગલ્લા-લારી-દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાશે.

 

31 માર્ચ સુધી તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ- કરિયાણાની દુકાનો પરથી પણ પાન-મસાલા-ગુટખા વેચી શકાશે નહીં. જ્યારે થૂંકવા પરનો દંડ સોમવારથી રૂ. 500થી વધારીને રૂ. 1000 કરાશે, દંડ ભરવામાં તકરાર કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી અટક કરાશે.મ્યુનિ.નો ઉદ્દેશ દંડના રૂપિયા ભેગા કરવાનો નહીં પણ લોકોમાં જાગૃતિ લાવવાનો છે, શહેરને સ્વચ્છ બનાવવાનો છે. રવિવારે ખાણી પીણી માર્કેટ બંધ રહેશે. જેથી અમદાવાદના તમામ બાગ બગીચા બંધ કરવાનો નિર્ણય લીધો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post