• Home
  • News
  • નરહરિને જો મંત્રી બનાવાશે તો અંદરોઅંદર થશે મોટા ‘ડખા’, સાંસદો, આગેવાનોમાં જાણો કેમ ફેલાઈ શકે છે અસંતોષ
post

૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ નહીં અપાતા નારાજ થઈને તેઓ ભાજપમાં જતા રહ્યાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 10:38:12

ભાજપના નરહરિ અમીન આખરે બે દાયકાના લાંબા સમય પછી ફરીથી સત્તા સ્થાને આવવામાં સફળ થયા છે. છેલ્લે તેઓ ૨૦૦૧-૨૦૦૨માં કોંગ્રેસમાંથી સાબરમતી વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદથી તેઓ ક્યારેય પણ ચૂંટણી જીતી શક્યા નથી .

૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ નહીં અપાતા નારાજ થઈને તેઓ ભાજપમાં જતા રહ્યાં હતાં. હવે તેઓ સાંસદ બનીને રાજ્યસભામાં જશે. તેઓને મંત્રીપદ આપવામાં આવશે એ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે.


જો કે, નરહરિને મંત્રી બનાવાશે તો ભાજપમાં ઘણા વર્ષોથી રાહ જોઈ રહેલા સાંસદોમાં તેમજ અન્ય આગેવાનોમાં અસંતોષ ફેલાશે અને નવો ડખો સર્જાશે તે પણ એટલું જ નક્કી છે. ૧૯૯૦થી ૯૫ના સમયમાં તેઓ પ્રથમવાર રાજ્યકક્ષાનાં મંત્રી બન્યા અને માત્ર એક જ વર્ષમાં કેબિનેટમંત્રીનું પ્રમોશન પણ મેળવી લીધું હતું.

ત્યાર બાદ ૯૪માં જ તેઓને નાયબ મુખ્યમંત્રી બનાવાયા હતા. કોંગ્રેસમાંથી ૨૦૦૧-૦૨નાં વર્ષમાં તેઓએ સાબરમતી વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. ત્યાર બાદ ૨૦૦૨માં સાબરમતી બેઠક પરથી ભાજપનાં જિતેન્દ્ર પટેલ સામે અને ૨૦૦૭માં માતર બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા.

એ તેમની છેલ્લી ચૂંટણી હતી. ભાજપમા આવ્યા છતાં તેમને કોઈ વિધાનસભાની ટિકિટ અપાઈ નહોતી. ૨૦૧૩માં તેઓને રાજ્યના પ્લાનિંગ કમિશનનાં વાઈસ ચેરમેન બનાવાયા હતા જે પદ આજે પણ તેમની પાસે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post