• Home
  • News
  • ગીરમાં વસતા લોકો ધીરજ ગુમાવશે તો ગુજરાતમાં સિંહો ટકશે નહીં: ટીકાદર
post

શરીરમાં માઇક્રોચિપ બેસાડ્યાં પછી ગુજરાતના 80 ટકા સિંહો હવે જંગલી રહ્યા નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-14 10:54:17

અમદાવાદ: ગુજરાત સરકારે એશિયાઇ સિંહો પર નજર રાખવા માટે લગાડેલી માઇક્રોચીપને કારણે હવે 70થી 80 ટકા ગીરના સિંહો પોતાનું જંગલીપણું ગુમાવી બેઠાં છે. જંગલોમાં વસતા લોકોના ભરોસે બેસી રહેવું એ ટાઇમ બોંબ સમાન છે, જો તેમની ધીરજ ખૂટશે તો ગુજરાતમાં સિંહોનું ટકવું મુશ્કેલ થઇ જશે. આવું કહીને ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક કક્ષાના ફોરેસ્ટ સર્વિસ અધિકારી શ્યામલ ટીકાદરે વિવાદનો મધપૂડો છેડ્યો છે. ટીકાદરે વિશ્વ સિંહ દિવસે સેન્ટ્રલ ઝુ ઓથોરિટીના વેબિનારમાં આખા દેશના વન્યજીવ નિષ્ણાતો જોડાયેલા હતા ત્યાં આવું નિવેદન કરતા ગુજરાત સરકારે તેમનો ખુલાસો માંગ્યો છે.

ગુજરાત સરકારે તેમને ત્રણ દિવસમાં આ અંગે પોતાની સ્પષ્ટતા રજૂ કરવા જણાવ્યું છે પરંતુ આ અધિકારી રાજીનામું આપી દેશે તેવી ચર્ચાઓ શરુ થઇ ગઇ છે. અગાઉ આ અધિકારીએ ગુજરાતમાં સિંહોની ગણતરી માટે પૂનમ અવલોકન પદ્ધતિને બદલે વૈજ્ઞાનિક ઢબે વસ્તી ગણતરી થાય તેવો આગ્રહ રાખતાં પણ વનવિભાગ અને તેઓ આમને સામને આવી ગયા હતા. ટીકાદરના નિવેદન બાબતે ગુજરાત સરકારે જણાવ્યું કે તેમણે કરેલાં નિવેદનો વાંધાજનક અને અનિચ્છનીય છે. આ મંતવ્યો સત્યથી વેગળા હોઇ સરકાર તે સાથે સહમત નથી. ટીકાદરે વેબિનારમાં જણાવ્યું હતું કે સરકારે હવે સિંહોને પોતાની સંપત્તિ ગણીને તેમાંથી કમાણી કરવાનું શરુ કરવું જોઇએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post