• Home
  • News
  • IPLની વર્તમાન સિઝન ના યોજાય તો અમ્પાયરને 15 લાખ, અનકેપ્ડ ખેલાડીઓને 20 લાખનું નુકસાન; મોચીથી લઈ ચિયરલીડર્સ તમામને અસર થશે
post

BCCIને 4 હજાર કરોડનું નુકસાન થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 10:44:08

મુંબઈ: IPLની વર્તમાન સિઝન કોરોનાને લીધે અચોક્કસ મુદ્દત માટે સ્થગિત કરાઈ છે. ટી-20 વર્લ્ડ કપ ના યોજાય તો BCCI ઓક્ટોબર-નવેમ્બરમાં IPLનું આયોજન કરી શકે છે. ટી-20 લીગ ના થવા પર મોચીથી લઈ ચિયરલીડર્સ અને અનકેપ્ડ ખેલાડીથી લઈ અમ્પાયર સૌને અસર થશે. બોર્ડને પણ 4 હજાર કરોડનું નુકસાન થશે. લીગમાં સામેલ થતા લોકોને પણ અસર થશે. જાણો આવા લોકો વિશે...

ભાસ્કરન સીએસકેના ઓફિશિયલ મોચી, તેમની પાસે હાલ કોઈ કામ નથી
ભાસ્કરન ચેન્નાઈ સુપર કિંગ્સના ઓફિશિયલ મોચી છે. તે 2008થી ફ્રેન્ચાઈઝી સાથે છે. ચિદમ્બરમ સ્ટેડિયમ બહાર તેમની દુકાન છે. તેમની રોજની આવક 500 રૂપિયા છે. મેચ દરમિયાન ખેલાડીઓના ગ્લવ્સ, પેડ અને શૂઝ રિપેર કરે છે. તેમણે કહ્યું કે- ફ્રેન્ચાઈઝ તરફથી તેમને દરરોજના 1000 રૂપિયા મળે છે, આ ઉપરાંત ખેલાડીઓ અલગથી પૈસા આપે છે. પરંતુ લૉકડાઉનના લીધે તેમની આવક બંધ થઈ ગઈ.

200થી વધુ લોકો જર્સી બનાવે છે, 2 કરોડનો માલ ગોડાઉનમાં પડ્યો છે
લીગ દરમિયાન ટીમોની જર્સી વેચાય છે. લીગ સાથે જોડાયેલા રોશને કહ્યું કે- સામાન્ય રીતે અમે 40 લોકો સાથે કામ કરીએ છીએ. પરંતુ IPL દરમિયાન સંખ્યા 200 સુધી પહોંચી જાય છે. અમારી પાસે ગત સિઝનમાં 5 ટીમના ઓર્ડર હતા. પરંતુ હાલ તમામ ટીમોએ ઓર્ડર અટકાવી દીધા છે. જે પછી અમે પણ પ્રોડક્શન અટકાવી દીધું. 2 કરોડનો માલ ગોડાઉનમાં પડ્યો છે.

15થી વધુ અનકેપ્ડ ખેલાડીઓને પૈસા નહીં મળે
બંગાળની ટીમ તરફથી રમતા ડોબાડી સ્પિનર શાહબાઝ અહમદને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 20 લાખમાં ખરીદયો. આ વખતે હરાજીમાં 15થી વધુ અનકેપ્ડ ખેલાડીને 8 ટીમમાં સ્થાન મળ્યું. એવામાં લીગ ના યોજાય તો આ તમામ ખેલાડીઓને પૈસા નહીં મળે.

ચિયરલીડર સોફિયા સુપર માર્કેટમાં કામ કરી રહી છે
મુંબઈ ઈન્ડિયન્સમાં ચિયરલીડર તરીકે કામ કરતી બ્રિટનની સોફિયાએ કહ્યું કે, લીગ ના થવા પર તેને ઘણી મુશ્કેલીઓ થઈ રહી છે. ઑમલાઈન ડાન્સિંગ ક્લાસની સાથે સુપર માર્કેટમાં પણ નાઈટ શિફ્ટમાં કામ કરી રહી છે. એક ચિયરલીડરને સિઝનમાં એવરેજ 11 લાખ રૂપિયા મળે છે.

અમ્પાયર્સને એક સિઝનમાં 15 લાખ રૂપિયા મળે છે
IPL
ની દરેક સિઝનમાં 15 થી 20 ડોમેસ્ટિર અમ્પાયર્સને તક મળે છે. મેચ રેફરી પણ હોય છે. અમ્પાયર્સને 30 થી 40 હજાર રૂપિયા દર મેચના મળે છે. તેમને એવરેજ 15 લાખ રૂપિયા મળે છે. જ્યારે લોકલ સ્કોરરને દરેક મેચના એવરેજ 10 હજાર મળે છે. એટલે કે 7 હોમ મેચના 70 હજાર.