• Home
  • News
  • ઉકાઈની સપાટી 319 ફૂટ, ડેમમાં 2 ફૂટ પાણી વધ્યું તો ઈતિહાસમાં પહેલી વખત જૂનમાં જ ગેટ ખોલવા પડશે
post

1લી જુલાઈનું રૂલ લેવલ 321 ફુટ છે એટલે પાણી વધ્યું તો છોડવું જ પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 10:10:11

સુરત: ઉકાઈની સપાટી હાલ છલોછલ છે. દસ વર્ષમાં પહેલીવાર એવુ બન્યું છે કે, જુનના પ્રથમ સપ્તાહમાં જ સપાટી 319 ફુટ પર છે. અગાઉ વર્ષ 2011, 2013 અને 2017માં એવુ બન્યુ હતું કે, જુનની શરૂઆતમાં સપાટી 306 ફુટ રહી હોય. એટલે હાલની સપાટી તો આ ત્રણ વર્ષની તુલનામાં પણ 13 ફુટ  વધુ છે. ઉકાઇનું હાઇએલર્ટ લેવલ 340 ફુટ છે જ્યારે તે 90 ટકાથી વધુ ભરાઈ જાય છે. આમ, આ સપાટી પણ હાલના તબક્કાથી 21 ફુટ દુર છે. કેચમેન્ટમાં વરસાદ પડતાં જ રૂલ લેવલ ક્રોસ કરશે એવું જણાય છે. અત્રે નોંધનીય છે કે, ઉકાઈમાં વર્ષ 2006માં સૌથી વધુ દસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2012માં 3.35 લાખ ક્યુસેક અને વર્ષ 2013માં સાડા ચાર લાખ કયુસેક પાણી છોડાયું હતું. અલબત્ત, ગત વર્ષે સપાટી 345 ફુટ હતી, જે નજારો કોઈ ભુલી શકે એમ નથી.

10 વર્ષમાં જૂનની ઉકાઇની સપાટી

 

2011

306.95

2012

300.14

2013

306.95

2014

301.20

2015

295.0

2016

283.55

2017

306.74

2018

284.99

2019

275.0

2020

319.79


ડેમની સપાટી જેટલી ઉંચી, પડકાર પણ એટલાં જ ઉંચા 
-
ઉકાઈના સૂત્રો કહે છે કે, સપાટી ઉંચી છે એટલે જ આ વખતે વધુ તકેદારીની જરૂર છે. ઉકાઈ અધિક્ષક મહાકાલ કહે છે કે, ગત વર્ષે 345 ફુટની સપાટી હતી એટલે આ વખતે સપાટ વધુ છે. 
- 1
લી જુલાઇથી રૂલ લેવલ ગણાય છે જે 321 છે. આ સપાટી વટાવ્યા બાદ પાણી છોડવાની શરૂઆત કરાઈ છે. એટલે આ લેવલથી તો માત્ર બે જ ફુટ દુર છે.
-
આ વખતે પાણી જુનમાં પણ શરૂઆત થાય તો નવાઈ નહીં,જો આવું બન્યું તો એક ઇતિહાસ હશે. 
-
જુન મહિનાથી જ પાણીનુ મોનિટરિંગ શરૂ થઈ ગયુ છે. બીજા ડેમની સપાટી કેટલી અને કેટલું પાણી આવી રહ્યુ છે તેની પર નજર રખાઈ રહી છે. ઉપરવાસમાં હાલ વરસાદ એટલો નથી કે જેનાથી ટેન્શન થાય. 

 

adv

Related News

post
post
post
post
post
post
post