• Home
  • News
  • વેકેશન લંબાશે તો ધો.1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વિચારણા
post

રાજ્યની ખાનગી શાળાના સંચાલકોએ પણ 15 એપ્રિલ સુધી વેકશન લંબાવવાનો નિર્ણય કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 12:57:37

અમદાવાદઃ ગુજરાતભરની શાળા કોલેજમાં કોરોનાને કારણે 29 માર્ચ સુધી ફરજીયાત વકેશન જાહેર કરવામાં આવ્યું છે. જો આ વેકેશન લંબાવવામાં આવે તો ધોરણ 1 થી8 માં માસ પ્રમોશન આપવામાં આવે એવી શક્યતા છે. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં વધતા જતા કોરોનાના કહેરને અનુલક્ષીને વકાશન લંબાવવાની વિચારણા ચાલી રહી છે. બીજી બાજુ શાળા સંચાલકો દ્વારા પ્રાથમિક શાળાઓમાં એટલે કે ધોરણ 1 થી 8માં માસ પ્રમોશન આપવા માટે સરકારમાં રજૂઆત કરવા ની તૈયારી શરૂ કરી છે. જ્યારે ધોરણ 9 અને 11 ની પરીક્ષા એપ્રિલના અંતમાં લેવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. રાજ્યની ખાનગી શાળાના સંચાલકોએ પણ 15 એપ્રિલ સુધી વેકશન લંબાવવાનો નિર્ણય કર્યો છે. જે અંગે ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે.


વેકેશન લંબાવવાનો નિર્ણય ટૂંક સમયમાં, અઠવાડીયામાં માસ પ્રમોશનનો નિર્ણય

જો કે, શિક્ષણ વિભાગના અધિકારીઓ નું કહેવું છે કે,વહેલામાં વહેલી તકે વકેશન લંબાવવાનો નિર્ણય થઈ જશે. માસ પ્રમોશન અંગેનો નિર્ણય પણ એક અઠવાડીયા સુધીમાં નિર્ણય આવી શકે છે. જ્યારે શાળા સંચાલકો પણ સરકારના નિર્ણયની રાહ જોઇ રહ્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post