• Home
  • News
  • CAA વિરોધ - લખનઉ હિંસામાં 150ની ધરપકડ, 14 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ
post

નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ દેશના ઘણાં વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-20 11:03:41

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ દેશના ઘણાં વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને હવે તેણે હિંસક સ્વરૂપ લઈ લીધું છે. દિલ્હીથી લઈને મુંબઈ અને લખનઉથી લઈને બેંગલુરુ સુધી પ્રદર્શનકારીઓ આ કાયદાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. ગુરુવારે આ જ વિરોધ પ્રદર્શનના કારણે લખનઉમાં એક અને મેંગલોરમાં 2 લોકોના મોત થયા છે. આજે ફરી દેશના ઘણાં હિસ્સામાં નાગરિકતા કાયદાના વિરોધમાં દેખાવો થવાની શક્યતા છે.

ગુરુવારે લખનઉમાં થયેલી હિંસામાં પોલીસે કાર્યવાહી કરી છે અને અત્યાર સુધી કુલ 150 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 19 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ, લખનઉ. સંભલ, અલીગઢ, મેરઠ, સહારનપુર, બરેલી, આગરા, પીલીભીત. પ્રયાગરાજ, મઉ, આઝમગઢ, ફિરોઝાબાદ અને હમીરપુરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

કર્ણાટકના બેંગલુરુમાં આજે પણ CAAના વિરોધ પ્રદર્શન ચાલુ છે. આજે પણ પોલીસ તરફથી કલમ 144 લાગુ કરવામાં આવી છે. નોંધનીય છેકે, ગુરુવારે પણ કર્ણાટકમાં ઘણો વિવાદ થયો હતો. મેંગલોરમાં દેખાવા દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે.