• Home
  • News
  • ICCનો મહત્ત્વનો નિર્ણય:કોરોના પોઝિટિવ ખેલાડીને વર્લ્ડ કપમાં મેચ રમવા આપી મંજૂરી, કોવિડ-19 ટેસ્ટમાંથી પણ રાહત
post

પહેલાં કોરોના પોઝિટિવ આવતા ખેલાડીને આઈસોલેટ કરવામાં આવતો હતો. જ્યારે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જતો, ત્યારે જ તેને રમવાની મંજૂરી આપવામાં આવતી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-17 19:12:01

T20 વર્લ્ડ કપને લઈ મોટી ખબર સામે આવી રહી છે. ICCએ ઘોષણા કરી છે કે જે ખેલાડી કોવિડ-19 પોઝિટિવ હશે તેમને T20 વર્લ્ડ કપની મેચમાં ભાગ લેવા મંજૂરી આપવામાં આવશે. વર્લ્ડ કપ 2022માં 16 ટીમ ભાગ લઈ રહી છે. ઓસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડ કપની ફાઈનલ 13 નવેમ્બરે રમાશે.

આઈસોલેશનથી પણ રાહત
ICC કોરોના સંક્રમિત ખેલાડીઓને મેચ રમવાની મંજૂરી આપશે. આ સિવાય પણ નિયમોમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને ફરજિયાત કોવિડ-19 ટેસ્ટ કરાવવાની ફરજ પાડવામાં આવશે નહીં. આ સિવાય કોઈ ખેલાડી કોરોના સંક્રમિત થાય છે તો તેને જરૂરી આઈસોલેશન પિરિયડમાં પણ રહેવું નહીં પડે. જ્યારે કોઈ ખેલાડી વાઇરસથી સંક્રમિત થાય છે, ત્યારે ટીમના ડોકટરોએ આકારણી કરવી પડશે કે ખેલાડી મેચમાં ભાગ લેવાની સ્થિતિમાં છે કે કેમ.

કોઈ ખેલાડીનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવે છે તો ટીમને સ્ક્વોડમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી ખેલાડી સ્ક્વોડમાં ફરી જોડાઈ શકશે. કોરોના સંક્રમિત વ્યક્તિને ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા લાગુ કોવિડ-19 સાથે જોડાયેલા આઈસોલેશન નિયમમાંથી પણ રાહત મળી છે.

પહેલાં કોરોના પોઝિટિવ આવતા ખેલાડીને આઈસોલેટ કરવામાં આવતો હતો. જ્યારે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જતો, ત્યારે જ તેને રમવાની મંજૂરી આપવામાં આવી. હવે ICCએ નિયમમાં ફેરફાર કર્યો છે. હવે કોવિડ પોઝિટિવ ખેલાડી પણ રમી શકશે.

કોમનવેલ્થ ગેમ્સમાં રાહત આપવામાં આવી હતી
કેટલાક આવા જ નિયમ બર્મિંગહામમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પણ જોવા મળ્યા હતા. એક મેચમાં ઓસ્ટ્રેલિયા ટીમનો ઓલરાઉન્ડર તાહિલિયા મેક્ગ્રાને કોરોના સંક્રમિત હોવા છતાં ભારતની હરમનપ્રીત કોર સામે રમવાની મંજૂરી મળી હતી.