• Home
  • News
  • ફરી લાગ્યો કોરોનાનો ચેપ:અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના DyMC સહિત 4 અધિકારીને 5થી 6 માસમાં ફરી કોરોના, દાણાપીઠ કચેરીના છઠ્ઠા માળના તમામ વિભાગ બંધ
post

દિવાળી પછી મ્યુનિ. ભાજપના નેતા અમિત શાહ સહિત કેટલાક કોર્પોરેટર પણ ઝપેટમાં આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 10:39:42

શહેરમાં દિવાળી પછી વકરેલા કોરોના વાઈરસના ચેપથી મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ડીવાયએમસી સહિત 4 અધિકારીને 5થી 6 મહિનાના ગાળામાં ફરીથી કોરોના થયો છે. છેલ્લા પાંચ દિવસમાં મ્યુનિ. ભાજપના નેતા અમિત શાહ સહિત કેટલાક કોર્પોરેટર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

હેરિટેજ વિભાગ સાથે સંકળાયેલા ડે. જનરલ મેનેજર પી.કે. વાસુદેવન નાયરનું કોરોનાને કારણે અવસાન થયું છે. અમદાવાદ મ્યુનિ.ના કેટલાક વિભાગને તો દિવાળી પહેલાં જ કોરોનાને કારણે માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવા પડે તેવી સ્થિતિ હતી. અનેક કિસ્સામાં અધિકારીઓ કે કર્મચારીઓ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. મ્યુનિ.કચેરીમાં તો દિવાળી પહેલાં જ કોરોના સંક્રમણની સ્થિતિ સતત વધી રહી હતી, જેમાં ઓડિટ વિભાગ, પ્લાનિંગ વિભાગ, પાણીપુરવઠા વિભાગ સહિત અનેક વિભાગોને તો પહેલેથી જ તાળાં લાગી ગયાં હતાં. મ્યુનિ. કચેરીના છઠ્ઠા માળે લગભગ તમામ વિભાગો બંધ થઇ ગયા છે અથવા તો જે અધિકારીઓને કોરોના વાઈરસનો ચેપ નથી લાગ્યો તેમને અન્ય બેસાડવામાં આવ્યા છે.

મ્યુનિ.માં એક ડીવાયએમસી, એસ્ટેટ વિભાગના એક અધિકારી, વિજિલન્સ વિભાગના એક અધિકારી સહિત 4થી વધારે અધિકારીઓ, કર્મચારીઓ ફરીથી કોરોના સંક્રમિત થાય છે. મોટા ભાગના અધિકારી - કર્મચારીઓ હોમ આઇસોલેસનમાં છે. આ ઉપરાંત હેલ્થ વિભાગના પણ કેટલાક અધિકારીઓ કોરોના ઝપેટમાં આવી ગયા છે.

દિવાળી પછી કોરોનાનો વ્યાપ વધતાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફ સહિત લગભગ 60ને કોરોનાનો ચેપ લાગ્યો છે.

બંને વખત કોઈ લક્ષણો નહીં
એસ્ટેટ અધિકારી : મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના અધિકારી અગાઉ જુલાઇ મહિનામાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમને ટેસ્ટ સમયે પણ કોઇ લક્ષણો ન હતાં. જોકે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવતાં તેઓ સમરસ હોસ્ટેલમાં દાખલ થયા હતા. એ બાદ આ વખતે પણ તેમનો ટેસ્ટ કરવામાં આવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોઇ લક્ષણો નથી. તેમને હાલ હોમ ક્વોરન્ટીન થવા સૂચના આપવામાં આવી છે.
DyMC : 
અગાઉ જૂન મહિનામાં જ તેઓ કોરોના સંક્રમિત થયા હતા. એ સમયે તેમને કોરોનાનાં લક્ષણો જણાયાં ન હતાં, પરંતુ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓ બંને સમયે હોમ ક્વોરન્ટીન થયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post