• Home
  • News
  • અમદાવાદમાં શહેરની 600 શાળામાં ધોરણ 10ની પ્રિ-બોર્ડ પરીક્ષા શરૂ, ડીઈઓ કચેરી દ્વારા નવતર પ્રયોગ
post

આ પરીક્ષા 45 હજાર વિદ્યાર્થીઓની નોંધણી કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-09 16:09:06

અમદાવાદ: આજે અમદાવાદ શહેરમાં બોર્ડની પરીક્ષા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ભય દુર થાય તેમજ તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટે ત્રણ દિવસ પ્રિ-બોર્ડની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. 

આગામી માર્ચ મહિનામાં શરુ થનારી બોર્ડની પરીક્ષા પહેલા ડીઈઓ કચેરી દ્વારા નવા પ્રયોગ સ્વરુપે આજથી શહેરમાં પ્રિ-બોર્ડની પરીક્ષા શરુ થઈ છે. આ માટે શહેરની 600 શાળાઓમાં પરીક્ષા લેવાઈ રહી છે. આ પરીક્ષા માટે 45 હજાર જેટલા વિદ્યાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી. આ પરીક્ષા માટે 15 સ્ક્વોડની પણ રચના કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ આગામી બોર્ડની પરીક્ષા કોઈપણ ભય કે તણાવ વગર આપી શકે તે માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. આજથી ત્રણ દિવસ સુધી ચાલનારી પરીક્ષામાં ધોરણ 10માં અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન વિષયની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે બોર્ડની પદ્ધતિ મુજબનું પ્રશ્નપત્ર ડીઈઓ કચેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને સ્કૂલોને પરીક્ષાના અગાઉના દિવસે જ મે-ઈલ દ્વારા મોકલી આપવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post