• Home
  • News
  • અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના 30થી વધુ ઉમેદવાર કરોડપતિ, 10% ધો. 10થી ઓછું ભણેલા, 50થી વધુનો ગુનાઈત રેકોર્ડ
post

મક્તમપુરાના કોંગી ઉમેદવાર સમીર પઠાણ પાસે 16 કરોડના શેર, 14 કરોડની જમીન

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-08 09:39:38

શહેરમાં અનેક ધનાઢ્ય અને મોટી સંખ્યામાં મિલકતો ધરાવતા ઉમેદવારોને ભાજપ અને કોંગ્રેસે ટિકિટ આપી છે. સૌથી વધારે 33 કરોડની મિલકત થલતેજના ભાજપના ઉમેદવાર હિતેશ બારોટ પાસે છે. કોંગ્રેસના સમીરખાન પઠાણ પાસે 14 કરોડની મિલકતો છે અને શેર સહિત 16 કરોડનું રોકાણ છે. ભાજપ-કોંગ્રેસના 384 ઉમેદવારો પૈકી 30થી વધુ ઉમેદવારોની સ્થાવર મિલકત જ તેમણે ચૂંટણી પંચમાં ફાઈલ કરેલી ઓન રેકોર્ડ એફિડેવિટ પર 1 કરોડથી વધારે દર્શાવી છે.

નોંધનયી છે કે, અનેક ઉમેદવારોના રોકાણો માત્ર જમીનોમાં જ નહીં શેરબજાર, સોનું-ચાંદી સહિત અન્યમાં છે. ભાજપના સ્ટેડિયમ વોર્ડના ઉમેદવાર પ્રદીપ દવે પાસે 1 કિલો સોનું અને 1 કિલો ચાંદી હોવાનું એફિડેવિટમાં બહાર આવ્યું છે. ભાજપના પાલડીના ઉમેદવાર પ્રિતીષ મહેતા પાસે પણ 1 કિલો સોનું છે. કેટલાક ઉમેદવારો પાસે મર્સિડીઝ, બીએમડબલ્યુ સહિતની વૈભવી કારનો કાફલો હોવાનું એફિડેવિટમાં ખૂલ્યું છે.

ભાજપ-કોંગ્રેસના 10 ટકાથી વધારે ઉમેદવારો ધોરણ 10થી ઓછું ભણેલા છે. જેમાં સૌથી ઓછું ભણેલા અમરાઈવાડીના કોંગ્રેસના પાર્વતીબેન પરમાર ધો.3 પાસ તેમજ તસ્નીમ આલમ છે. આ ઉપરાંત ધોરણ 7 પાસ હોય તેવા 4થી વધારે ઉમેદવારો છે.

સામાન્ય રીતે ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને ટિકિટ નહીં આપવાનું વલણ હોવા છતાં બંને પક્ષે અનેક ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવતા હોવા છતાં તેમને ટિકિટ ફાળવી છે. જેમાં ચારથી વધારે ઉમેદવારો પર તો હત્યાના પ્રયાસ જેવા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે. કેટલીક મહિલા ઉમેદવારો પણ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે.

ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના ઉમેદવારો સામે મારામારી, ધાકધમકી, છેતરપિંડી, તોડફોડ, પથ્થરમારો તેમજ લૂંટના ગુના નોંધાયા છે. કેટલાક ઉમેદવારોએ તેમની સામેના ગુનાની હકીકત એફિડેવિટમાં છુપાવી હોવાનું પણ ખૂલ્યું છે.

મિલકત: ગોતામાંથી ભાજપના ઉમેદવાર પારુલ પટેલ 10.25 કરોડની મિલકતો ધરાવે છે

ક્રમ

વોર્ડ

ઉમેદવાર

પક્ષ

રોકડ

બેંક-રોકાણ

સોનું

મિલકત

અંદાજે કુલ

1

થલતેજ

હિતેશ બારોટ

ભાજપ

1.50 લાખ

1 કરોડ

57 તોલા

33 કરોડ

34.28 કરોડ

1

મક્તમપુરા

સમીરખાન પઠાણ

કોંગ્રેસ

2 લાખ

16 કરોડ

300 ગ્રામ

14 કરોડ

32.15 કરોડ

3

ઈસનપુર

ગોતમ પટેલ

ભાજપ

2 લાખ

1.20 કરોડ

20 તોલા

10.80 કરોડ

12.12 કરોડ

4

ગોતા

પારુલ પટેલ

ભાજપ

40 હજાર

55 લાખ

300 ગ્રામ

10.25 કરોડ

10.85 કરોડ

5

રાણીપ

ગીતાબેન પટેલ

ભાજપ

50 હજાર

6.53 કરોડ

18 તોલા

42 લાખ

7.04 કરોડ

6

નવા વાડજ

યોગેશ પેટલ

ભાજપ

10 હજાર

80 લાખ

500 ગ્રામ

5.50 કરોડ

6.55 કરોડ

7

સૈજપુર વોર્ડ

મહાદેવ દેસાઈ

ભાજપ

7.50 લાખ

9 લાખ

55 તોલા

5.75 કરોડ

6.17 કરોડ

8

રામોલ

રાજુ ભરવાડ

કોંગ્રેસ

1.52 લાખ

8.61 લાખ

-

9 કરોડ

9.10 કરોડ

9

પાલડી

પ્રિતીષ મહેતા

ભાજપ

4 લાખ

1.61 કરોડ

1 કિલો

17 લાખ

2.32 કરોડ

10

પાલડી

જૈનિક વકીલ

ભાજપ

2.5 લાખ

1.5 કરોડ

600 ગ્રામ

-

1.83 કરોડ

(નોંધ : સોનાનો ભાવ તોલાના અંદાજે 50 હજાર લેખે છે)

એજ્યુકેશન: કોંગ્રેસનાં પાર્વતી પરમાર ધો.3 પાસ છે

ક્રમ

ઉમેદવારનું નામ

વોર્ડ

પક્ષ

અભ્યાસ

1

પાર્વતીબેન પરમાર

અમરાઈવાડી

કોંગ્રેસ

3 ધોરણ પાસ

2

સરોજ સોની

વટવા

ભાજપ

4 ધોરણ પાસ

3

રેશમા કુકરાણી

સૈજપુર

ભાજપ

8 ધોરણ પાસ

4

નીતા પરમાર

ઈન્ડિયા કોલોની

ભાજપ

9 ધોરણ પાસ

5

ભરત કાકડિયા

ઈન્ડિયા કોલોની

ભાજપ

9 ધોરણ પાસ

6

પુનમ દંતાણી

વાસણા

કોંગ્રેસ

7 ધોરણ પાસ

7

ભરત સરગરા

બહેરામપુરા

ભાજપ

8 ધોરણ પાસ

8

કમળા ચાવડા

બહેરામપુરા

કોંગ્રેસ

7 ધોરણ પાસ

9

ઈમ્તિયાઝ શેખ

દરિયાપુર

કોંગ્રેસ

8 ધોરણ પાસ

10

ચંદ્રિકા રાવલ

નારણપુરા

કોંગ્રેસ

7 ધોરણ પાસ

બંને પક્ષના ઉમેદવારો સામે છેતરપિંડીથી માંડી ધાકધમકી અને મારામારીના કેસ છે

ક્રમ

ઉમેદવારનું નામ

વોર્ડ

પક્ષ

ગુનો

1

કેતન પેટલ

ગોતા

ભાજપ

છેતરપિંડી મારામારી

2

અજય દેસાઈ

ગોતા

ભાજપ

મારામારી-ધાકધમકી

3

મોના પ્રજાપતિ

શાહપુર

કોંગ્રેસ

સરકારી કામમાં દખલ-તોફાનો

4

દિનેશ શર્મા

ચાંદખેડા

કોંગ્રેસ

હત્યાનો પ્રયાસ, ધાકધમકી, મારામારી

5

અકબર ભટ્ટી

શાહપુર

કોંગ્રેસ

હથિયારોથી નુકસાન પહોંચાડવું

6

હેમંત પરમાર

નવરંગપુરા

ભાજપ

ગેરકાયદે પ્રવેશ કરવો, તોડફોડ કરવી

7

નિરવ બક્ષી

દરિયાપુર

કોંગ્રેસ

ગેરકાયદે પ્રવેશ કરવો, તોડફોડ કરવી

8

ઈમ્તિયાઝ શેખ

દરિયાપુર

કોંગ્રેસ

પથ્થરમારો કરવો, નુકસાન પહોંચાડવું

9

દીક્ષિતકુમાર પટેલ

ઠક્કરબાપાનગર

ભાજપ

હત્યાનો પ્રયાસ સહિતના ગુના

10

રાજશ્રી કેસરી

ચાંદખેડા

કોંગ્રેસ

લૂંટ, મારમારી, ધાકધમકી

11

પ્રકાશ ગુર્જર

બાપુનગર

ભાજપ

હત્યાનો પ્રયાસ સહિતના ગુના

12

ભાસ્કર ભટ્ટ

સરસપુર-રખિયાલ

ભાજપ

હત્યાનો પ્રયાસ કરી ધમકી આપવી

​​​​​​​(323 કલમ હેઠળ મારામારીના સૌથી વધુ ગુના નોંધાયા છે.)

ચાર ઉમેદવાર પાસે લાઈસન્સવાળી રિવોલ્વર
​​​​​​​
ચાર ઉમેદવારોએ તેમની પાસે રિવોલ્વર હોવાનું એફિડેવિટમાં જાહેર કર્યું છે. જેમાં ભાજપના હિતેશ બારોટ, બાપુનગરના પ્રકાશ ગુર્જર, સૈજપુરના મહાદેવ દેસાઈ અને શાહીબાગ ભરત પટેલ પાસે રિવોલ્વર છે. લાઈસન્સવાળી ઈન્ડિયન મેડ લાખોની કિંમતની રિવોલ્વરો ધરાવતા આ ઉમેદવારોએ પોતાના સ્વરક્ષણ માટે રિવોલ્વરનું લાઈસન્સ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ચૂંટણી દરમિયાન તમામ વેપનો પોલીસ સમક્ષ જમા કરાવવાના રહેતા હોય છે. જો કે, આ ઉમેદવારોમાં પ્રકાશ ગુર્જર સિવાય કોઈની સામે ગુનાઈત રેકોર્ડ નથી.

પશ્ચિમના ઉમેદવારો આર્થિક રીતે વધુ સદ્ધર
શહેરના પશ્ચિમ વિસ્તારના ઉમેદવારો નાણાકીય રીતે વધુ સંપન્ન હોવાનું બહાર આવ્યું છે. સૌથી વધુ નાણાં ધરાવતા ભાજપ-કોંગ્રેસના પ્રથમ 10 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારો પશ્ચિમ અમદાવાદના જ્યારે 3 ઉમેદવારો પૂર્વ અમદાવાદના છે. નાણાકીય સદ્ધરતા ધરાવતા ઉમેદવારો મુખ્યત્વે તેમની કરોડોની સ્થાવર મિલકતને કારણે તેમની કુલ મૂડી વધુ હોવાનું જણાઈ રહ્યું છે. પૂર્વમાં કેટલાક ઉમેદવારો પાસે બેન્ક બેલેન્સ નહીં હોવાનું જ્યારે જાણીતા કેટલાક નામોએ તેમની પાસે મિલકત નહીં હોવાનું બતાવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post