• Home
  • News
  • મોડાસા પાસે અકસ્માતમાં બુલેટસવાર માસી-ભાણિયા સહિત ત્રણનાં ઘટનાસ્થળે જ મોત, બાળકી ગંભીર, પરિવારજનોનું હૈયાફાટ રુદન
post

જ્યારે એક બાળકી ગંભીર હોવાથી તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-22 18:34:33

અરવલ્લી: આજકાલ વાહનોની તેજ રફતારના કારણે અકસ્માતો સર્જાતા હોય છે. જેમાં નિર્દોષ વાહન સવારોના મોત નિપજતા હોય છે. તેવી જ એક દર્દનાક અકસ્માતની ઘટના મોડાસા તાલુકાના રસુલપુર પાસેથી સામે આવી છે. જેમાં કાર ચાલકે સામેથી આવી રહેલા બુલેટને અડફેટે લીધો હતો. આ ગંભીર અકસ્માતમાં બુલેટ પર સવાર 4 પૈકી 3ના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે એક બાળકી ગંભીર હોવાથી તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ છે.

રસુલપુર પાસે કાર અને બુલેટ વચ્ચે ગંભીર અકસ્માત
વાત છે મોડાસા તાલુકાના રાસુલપુર પાસેની આજે સવારે નવ વાગ્યાના અરસામાં રાસુલપુર ગામના એક વ્યક્તિ પરિવાર સાથે બહાર જવા નીકળ્યા તે સમયે રસુલપુરથી આગળ એક પુરપાટ જડપે આવતી કારના ડ્રાઈવરે કાર સામેથી આવતા બુલેટને જોરદાર ટક્કર મારી હતી. જેથી બુલેટ પર સવાર નાના બાળકો સહિત ચાર પૈકી ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અને એક બાળકી ગંભીર થવાથી 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે કાર ચાલક સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા છે.

એક જ પરિવારના ત્રણ લોકોના મોત
રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવ વધી રહ્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઈવે પર રસુલપુર નજીક બુલેટ અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં માસી અને ભાણિયા સહિત એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. અકસ્માતના પગલે હાઈવે પર લોકોની ભીડ એકઠીં થઈ ગઈ હતી. જેના લીધે રસ્તા પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસને અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અકસ્માતનું કારણ અકબંધ
મોડાસા-હિંમતનગર હાઈવે પર થયેલા અકસ્માતમાં એક જ પરિવારના મોત થયા છે. જ્યારે એક બાળકની હાલત ગંભીર છે. ત્યારે આ અકસ્માતનું કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી. આ ઘટનામાં અકસ્માત થયો હતો તે કાર કોઈ પ્રસંગમાથી આવી રહી હોય તેવુ મનવામાં આવી રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post