• Home
  • News
  • ખરાબ સમયમાં ઈટાલીએ જીવનરક્ષક પીપીઈ કિટ આપી હતી; હવે સ્થિતિ સુધરી તો તે જ ઈટાલીને વેચી રહ્યું છે
post

બ્રિટનના પોલિટિકલ મેગેઝિન ‘ધ સ્પેક્ટેટર’નો ખુલાસો: ચીનની ચાલાકી અને ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 09:35:28

વૉશિંગ્ટન. વૈશ્વિક મહામારી કોરોના વાઈરસની અસર સમગ્ર વિશ્વમાં વધી રહી છે. આ સ્થિતિનો સામનો કરવા માટે વિકાસશીલ દેશ અન્ય દેશોની મદદ કરી રહ્યાં છે. પરંતુ આ મુશ્કેલ સ્થિતિમાં ચીનની ચાલબાજી સામે આવી છે.
હવે ઈટાલીને જ પીપીઈ કિટની ઘણી જરૂર છે

બ્રિટનની મેગેઝિન ધ સ્પેક્ટેટરના રિપોર્ટ અનુસાર, ચીનમાં જ્યારે કોરોનાનો કેર ગંભીર હદે ફેલાયેલો હતો ત્યારે ઈટાલી મદદ માટે આગળ આવ્યું હતું. ઈટાલીએ ચીનને પીપીઈ કિટ દાનમાં આપી હતી. જ્યારે હવે ઈટાલીને જ પીપીઈ કિટની ઘણી જરૂર છે ત્યારે ચીન દાનમાં મળેલી મેડિકલ સામગ્રી ઈટાલીને વેચી રહ્યું છે. વુહાનથી ફેલાયેલા કોરોનાએ યુરોપમાં સૌથી વધુ નુકસાન ઈટાલીને પહોંચાડ્યું હતું. ઈટાલીમાં 15 હજારથી વધુ લોકો આ વાઈરસના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. અહીં ડૉક્ટર અને નર્સ પર સૌથી વધુ સંકટ છે. ધ સ્પેક્ટેટરની રિપોર્ટ અનુસાર, આ સંકટની સ્થિતિમાં માણસાઈનું નાટક કરતા ચીને એવું દેખાડ્યું કે તે ઈટાલીને પીપીઈ કિટ દાનમાં આપશે. પરંતુ ચીનની ચોંકાવનારી વાસ્તવિકતા હવે સામે આવી છે. ઘણી મીડિયા રિપોર્ટ્સમાં ખુલાસો થયો કે, ચીને ઈટાલીને પીપીઈ કિટ દાનમાં નથી આપી પરંતુ વેચી છે.


ચીને ઈટાલીને મજબૂર કરી નિમ્ન કક્ષાનું વર્તન કર્યું
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ ધ સ્પેક્ટેટરના આધારે જણાવ્યું કે, ‘ચીને નિમ્ન કક્ષાનું વર્તન કર્યું છે.  તેણે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઈ)ને ફરી ખરીદવા માટે ઈટાલીને મજબૂર કર્યું, જે ઈટાલીએ તેમને દાનમાં આપ્યા હતા. યુરોપમાં વાઈરસ આવતા પહેલા ઈટાલીએ ચીનની તેમના લોકોની રક્ષા કરવા માટે મદદ કરતા ઘણા ટન પીપીઈ કિટ મોકલી હતી. હવે ઈટાલીને જરૂર પડી તો ચીન તે જ પીપીઈ કિટ ઈટાલીને આપી રહ્યું છે અને તેની માટે પૈસા પણ લઈ રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post