• Home
  • News
  • ગુજરાતના બનાસકાંઠામાં કોરોનાને ભૂલી લોકોએ નદીમાં નહાવાની મજા માણી
post

અમીરગઢના ઇકબાલગઢ નજીક વિસ્વેશ્વર મહાદેવ પાસેના પટમાં નહાવા માટે અનુકૂળ પટ હોવાથી રવિવારે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 10:54:10

અમીરગઢ: રાજસ્થાનમાં ગયા સપ્તાહે ભારે વરસાદને કારણે જયપુર સહિતના અનેક શહેરોમાં પાણી ભરી વળ્યાં હતા. રાજસ્થાનના વરસાદને પગલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ નવું પાણી આવી રહ્યું છે. રાજસ્થાનમાં થઈ રહેલા વરસાદથી બનાસ નદીમાં પાણી આવ્યું છે અમીરગઢના ઇકબાલગઢ નજીક વિસ્વેશ્વર મહાદેવ પાસેના પટમાં નહાવા માટે અનુકૂળ પટ હોવાથી રવિવારે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

કોરોના કાળ ચાલતો હોવા છતાં કોઈ પણ પ્રકારના સંક્રમણના ભય વિના લોકોએ નાહવાની મજા માણી હતી. જો કે કોરોનાને કારણે કોઈ સાવચેતી ન રખાતા જો વાઈરસ મજા માણવા ગયેલા લોકોને લાગશે તો બનાસકાંઠામાં કોરોનાના કેસ વધી જવાની પૂરી સંભાવના છે. સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે છતાં લોકો દ્વારા કોઈપણ પ્રકારની સાવધાની રાખવામાં આવતી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post