• Home
  • News
  • ભુજમાં પુત્રીના આત્મકલ્યાણર્થે NRI દાતાએ 100 નિઃશુલ્ક આંખના ઓપરેશન કરાવ્યા
post

હવે પછીનો કેમ્પ દાતાઓના સહકારથી તા.20/12ના યોજાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-09 09:57:15

ભુજની લાયન્સ હોસ્પિટલમાં 83 આંખના નેત્રમણી ઓપરેશનના બે દિવસીય નિઃશુલ્ક મેગા કેમ્પમાં મૂળ બળદિયાના અને હાલે આફ્રિકા સ્થિત દાતા મનજીભાઈ રાઘવાણીએ તેમની પુત્રી પ્રિયાબેનની યાદમાં રૂ.3,50,000નું દાન અર્પણ કર્યું હતું. સામાન્ય માનવી માટે ખર્ચાળ એવા આ કેમ્પમાં 100 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

હવે પછીનો કેમ્પ દાતાઓના સહકારથી તા.20/12ના યોજાશે
કેમ્પનો પ્રારંભ ભુજ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સુખદેવસ્વામી, ધર્મસ્વરૂપદાસજી સ્વામી, સૌનકમુનીસ્વામીએ કરાવ્યો હતો. દાતા પરિવારમાંથી શ્યામભાઈ કરસનભાઈ રાઘવાણી, પ્રેમજીભાઈ કેસરાભાઈ રાઘવાણી, કરસનભાઈ પ્રેમજીભાઈ રાઘવાણી, હરજીભાઈ રાઘવાણી, જાદવજીભાઈ રાબડીયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શૈલેષ માણેક તથા હોસ્પિટલના ચેરમેન ભરત મહેતાએ ઉપસ્થિત સંતોના હસ્તે દાતા પરિવારના મોભીઓને મોમેન્ટો આપી આભારની લાગણી વ્યક્ત કરી હતી. હવે પછીનો કેમ્પ દાતાઓના સહકારથી તા.20/12ના યોજાશે. જેમાં દર્દીઓએ વહેલા નામ નોંધાવી લેવા જણાવાયું છે. આ કેમ્પમાં શૈલેષ ઠક્કર, નવીન મહેતા, નરેન્દ્ર રાવલ, લાલજીભાઈ રાબડીયા હાજર રહ્યા હતા. વ્યવસ્થા વ્યોમાં મહેતાએ સંભાળી હતી અને સંચાલન અભય શાહે કર્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post