• Home
  • News
  • ક્રિકેટમાં મેચ દરમિયાન સંક્રમણનું જોખમ ઓછું, ઇન્ડોર પ્રેક્ટિસમાં ખતરો હોય શકે છે
post

યુનિવર્સિટી ઓફ એક્સેટર ઓફ મેડિસિન એન્ડ હેલ્સના ડોકટરે આ રિપોર્ટ તૈયાર કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 11:40:34

ક્રિકેટર્સ ટૂંક સમયમાં ઇંગ્લેન્ડમાં પ્રેક્ટિસ શરૂ કરશે. દરમિયાન, યુનિવર્સિટી ઓફ એક્સેટર ઓફ મેડિસિન એન્ડ હેલ્સના લેક્ચરર ભરત પંખનિયાએ કહ્યું કે, રમત દરમિયાન ક્રિકેટમાં સંક્રમણનું જોખમ ઓછું છે. ઓપન એરિયાના કારણે સંક્રમણનો ફેલાવો અને તેનો પ્રભાવ ઘટી જાય છે. જોકે બોલ પર લાળના ઉપયોગથી સંક્રમણ થઈ શકે છે.

ચેપ રોગ નિયંત્રણ વિભાગના સિનિયર ક્લિનિકલ લેક્ચરર પંખનિયાએ કહ્યું છે કે એક રમત દરમિયાન સાથી ખેલાડીઓમાં કોરોનોવાયરસ ફેલાવવાનું ઓછું જોખમ રહેલું છે.

અમ્પાયર પર સંક્રમણનું જોખમ ઓછું
વિઝ્ડન સાથે વાત કરતા ડોક્ટરે કહ્યું કે બોલ પરની લાળ ચેપનું કારણ બની શકે છે. બોલના સંક્રમિત થવાની સંભાવના બહુ ઓછી છે. ઓપન એરિયા અને શુષ્ક વાતાવરણ એ યોગ્ય સ્થળ છે. બેટિંગ દરમિયાન નજીક ઉભેલા ફિલ્ડરથી ખતરો છે. અમ્પાયર પર સંક્રમણનું જોખમ ઓછું છે.

ઇંગ્લેન્ડમાં જુલાઈમાં ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થશે. આ વચ્ચે કાઉન્ટી ક્લબ લેન્ક્શાયરે બોર્ડને પત્ર લખીને કહ્યું છે કે, ફેન્સ સાથે મેચ રમાડવામાં આવે. ક્લબના સીઈઓ ડેનિયલ ગિડે કહ્યું કે, લોકો કહે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મેચ શક્ય નથી. પરંતુ મારા હિસાબે 2-3 હજાર લોકોની જગ્યા ખાલી કરીને 25 હજારની દર્શક ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં સરળતાથી ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવી શકે છે.