• Home
  • News
  • આદિવાસી પરંપરા ફરીથી જીવંત:દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં કન્યાઓ જાન લઇ વરરાજાના ઘરે પહોંચી
post

અંતરીયાળ ગામ સાદડવેરામાં બે તબીબે વર્ષો જૂની પરંપરાને ફરી જીવંત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-10 11:36:05

ધરમપુરના અંતરીયાળ વિસ્તારના બે આદિવાસી તબીબ ભાઈઓએ વરના ઘરે કન્યા લગ્ન કરવા જાન લઇ જતી હોવાની લુપ્ત થયેલી આદિવાસી પરંપરાને ફરીથી જીવંત કરવાના આશયથી પરંપરા મુજબ લગ્ન કરી એક અનોખી પહેલ કરી છે. બંને કન્યા વરપક્ષના ઘરે આવ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સની જાળવણી, માસ્ક અને સેનેટાઈઝર સાથે વિધિવત રીતે મર્યાદિત મહેમાનોની ઉપસ્થિતિમાં તબીબોએ લગ્ન કર્યા હતા.

ધરમપુરના અંતરીયાળ વિસ્તારમાં મહારાષ્ટ્રની બોર્ડર વિલેજના ગામ સાદડવેરા માની ફળિયાના તુતરખેડ PHCના મેડિકલ ઓફિસર ડો.ધીરુભાઈ શિવરામભાઈ જાદવ અને ધરમપુર તાલુકા હેલ્થ કચેરીમાં RBSK મેડિકલ ઓફિસરના લગ્ન તેમના ઘરે અનુક્રમે વાંસદા તાલુકાના ખાનપુરની અને ભેસદરા PHCની ફિમેલ હેલ્થ વર્કર કાજલ માહલા અને પંગારબારીની Msc લતા પાડવી સાથે થયા હતા. આ અવસરે ડો.ધીરુભાઈ જાદવ કહે છે આગળની આદિવાસી સંસ્કૃતિની સાચવણીના સંદેશ આપવાના આશય સાથે આ લગ્ન કર્યા છે.

પહેલાના જમાનામાં કન્યા વરના ઘરે પરણવા જતી હતી. જેથી અમે પણ આ વખતે એવું વિચાર્યું કે કન્યા વરના ઘરે પરણવા આવે. લગ્નના બીજા દિવસે પણ લગ્નની થતી ઘણી વિધિ ભુલાય ગઈ છે એ પણ અમે કરવા માંગીએ છીએ, આશય એટલોજ છે કે અગાઉની લગ્નની વિધિ વડીલો પાસેથી જાણી અમારા લગ્ન થકી શરૂઆત કરી સંદેશો પહોચાડવો છે.

તબીબ પુત્રએ પરંપરા પુન : શરૂઆત કરી તેનું અમને ગર્વ
હનમતમાળના વિજય માહલાએ સ્થાનિક કુંકણા ભાષામાં વરના દાદા સકારામભાઈ સાથે વાત કરી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમાજમાં અગાઉ કન્યા વરના ઘરે પરણવા જતી હતી. જે ઘણા વર્ષોથી બંધ થઈ હતી. કે આજે તેમના તબીબ પૌત્રોએ શરૂ કરવાની પહેલ કરી તેનું અમને ગર્વ છે.

સંસ્કૃતિને જીવંત કરવાનો પ્રયાસ
ધરમપુરના આદિવાસી એકતા પરિષદ કમલેશ પટેલે કહ્યું- વર્ષો પહેલા આદિવાસી સમાજમાં કન્યા વરપક્ષના ઘરે પરણવા જતી હતી. જે ધીરેધીરે ભુલાયું હતું. સાદડવેરાના આદિવાસી તબીબ ભાઈઓએ કન્યા તેમના ઘરે આવ્યા બાદ લગ્ન કરી સંસ્કૃતિને જીવંત કરવાનો પ્રયાસ સરાહનીય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post