• Home
  • News
  • વાપીના ડુંગરી ફળિયામાં બિસ્માર રસ્તાને લઈ કોંગ્રેસ દ્વારા ખાડાપૂજન અને ધરણા પ્રદર્શન કરાયું
post

રસ્તો કહેવાય કે રસ્તામાં ખાડા કહેવાય કે ખાડામાં રસ્તો કહેવાય એ ખબર નથી : અનંત પટેલ

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-06 19:02:46

વાપી: વાપી-શામળાજી હાઇવે પરના ચણોદથી કરાયા સુધીનો માર્ગ ધોવાયને બિસ્૨માર બની ગયા બાદ મોટા ખાડા પડવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા કોંગ્રેસ સમિતિએ આજે બુધવારે ખાડા પૂજન અને ધરણાંનું આયોજન કર્યું હતું. વાંસદાના કોંગી ધારાસભ્ય, આગેવાનો સહિત કાર્યકરોએ ખાડા પૂજન કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી ખાડા પૂરો ભાઈ ખાડા પૂરો સહિતના સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ પ્રદર્શન કરી તાત્કાલિક માર્ગ મરામતની કામગીરી નહીં કરાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી હતી.

વાપીથી શામળાજી ને.હા.નં.૫૬ પરના વાપીના ચણોદથી દેગામ કરાયા સુધીનો માર્ગ ચોમાસા દરમિયાન ધોવાઈને તૂટી ગયા બાદ મોટા મોટા ખાડા પડી જતાં વાહન ચાલકોને રસ્તો શોધવો કપરો બની ગયો હતો. તંત્ર દ્વારા માર્ગ મરામતની કામગીરી વ્યવસ્થિત નહીં કરાતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા વાપી શહેર-તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા આજે બુધવારે વાપીના ડુંગરી ફળિયામાં ખાડા પૂજન અને ધરણાંનું આયોજન કરાયું હતું. વાંગદના ધારાસભ્ય અનંત પટેલ, કોંગી આગેવાનો સહિત કાર્યકરોએ રેલી કાઢી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી ખાડા પૂરો ભાઈ ખાડા પૂરો સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરોએ ખાડા પૂજન કરી ધરણાં પર બેઠા હતા. ધારાસભ્ય અનંત પટેલે માર્ગ પર પડેલા મોટા મોટા ખાડાને કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવા છતાં તંત્ર બેફિકર બન્યું છે. આ રસ્તો કહેવાય કે રસ્તામાં ખાડા કહેવાય કે ખાડામાં રસ્તો કહેવાય એ ખબર નથી એમ કહી આ વિસ્તારના લોકો અત્યંત ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. રસ્તા પરથી ઉડતી ધૂળની ડમરીને કારણે લોકોના આરોગ્યને પણ અસર થઈ રહી છે. વધુમાં આ મામલે કોઈ ગંભીરતા નહીં લેવાય તો આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી છે.

adv

Related News

post
post
post
post
post
post
post