• Home
  • News
  • મેઘ કહેર:પોરબંદરના ઘેડ પંથકમાં પાણી ફરી વળતા ચારેબાજુ જળબંબાકારઃ 24 ગામ સંપર્ક વિહોણા બન્યાં
post

પોરબંદરથી જુનાગઢ તરફ જતો હાઈવે પણ પાણીમાં ગરકાવ બની ગયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-01 10:28:08

પોરબંદરના ઘેડ પંથકમાં પાણી ફરી વળતા ચારેબાજુ જળબંબાકાર સર્જાયો છે. ઘેડ પંથકના 40 જેટલા ગામો બેટમાં ફેરવાયા છે. અને રવિવાર રાત્રિના સમયથી 24 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. અતિભારે વરસાદ પડતા ભાદર ડેમના દરવાજા પણ ખોલી નાખવામાં આવ્યા હતા. ધોધમાર વરસાદ પડયો હોવાના પગલે ઉપરવાસના વિસ્તારોનું પાણી પુષ્કળ પ્રમાણમાં ઘેડ પંથકમાં ફરી વળ્યું છે. પોરબંદરથી જુનાગઢ તરફ જતો હાઈવે પણ પાણીમાં ગરકાવ બની ગયો છે અને આ માર્ગ પર વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે.

સમગ્ર ઘેડ પંથક પાણીમાં ગરકાવ થયો
ઘેડ પંથકના 40 જેટલા ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. ઉપરાંત રવિવારના દિવસે રાત્રિના સમયથી જ એકાએક પાંચ ફૂટથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની આવક થતા એક ગામથી બીજા ગામમાં જવું લોકોને મુશ્કેલ બની ગયું છે. અને ઘેડ પંથકના 24 જેટલા ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. જિલ્લા વહીવટી તંત્રની ટીમ પણ ખડે પગે છે. ત્યારે સોમવારના દિવસે રાત્રિના સમયે પણ પાણી ઓછરવાનું નામ લેતું ન હતું. ઘેડ પંથકમાં ભાદર નદીમાં ઘોડાપૂર આવતા ઘેડ પંથક પાણીમાં ગરકાવ બની ગયો છે. ચારે બાજુ જળબંબાકાર સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

સંપર્ક વિહોણા બનેલ ગામો
કુતિયાણા શહેર અને તાલુકાના પસવારી, સેગરસ, ભોગસર, છત્રાવા, કાસાબડ, જમરા, રેવદ્રા, ધરસન, કવલકા, મહિયારી, તરખાઈ, અમીપુર, કડેઘી, ગાઢવાના, ફરેર ઉપરાંત ઘેડ પંથક નામિત્રાળા, દેરોદર, નવાગામ, ભડ, મહીરા, નેરાણા, ઠોયાના, ભોળદર, પાડરડી, એરંડા, ગેરેજ, સહિત અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post