• Home
  • News
  • લૉકડાઉનના 68 દિવસ અને અનલૉકના 95 દિવસ:ગુજરાતમાં 70 ટકા કોરોના ટેસ્ટ છેલ્લા 33 દિવસમાં, 67 ટકા કેસ છેલ્લા 60 દિવસમાં, કુલ ટેસ્ટમાંથી 4 ટકા કેસ જ પોઝિટિવ
post

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત કુલ કેસમાં 11મા ક્રમે છે જ્યારે એક્ટિવ કેસમાં 12મા ક્રમે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-04 12:05:26

રાજ્યમાં કોરોનાના કેસ એક લાખ પાર કરી ગયા છે. કોરોનાના કારણે લૉકડાઉનના 68 દિવસ અને અનલૉકના ત્રણ તબક્કામાં મળી અત્યાર સુધી કેસનો આંકડો 100375 થયો છે જેમાં 81180 દર્દીઓ એટલે કે 81 ટકા દર્દીઓ સાજા થઇ ગયા છે. 3 ટકા દર્દીઓના મૃત્યુ થયા છે. હાલમાં 16 ટકા એક્ટિવ કેસ છે.

આજ સુધી કુલ 25,59,916 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 1593758 ટેસ્ટ એટલે કે 68 ટકા ટેસ્ટ માત્ર ઑગસ્ટ મહિનામાં જ કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બરના પહેલા 3 દિવસમાં 2.28 લાખ ટેસ્ટ કરાયા છે. કુલ ટેસ્ટમાંથી 4 ટકા દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. અન્ય રાજ્યોની સરખામણીએ કુલ કેસમાં ગુજરાત 11મા ક્રમે છે જ્યારે એક્ટિવ કેસમાં 12મા ક્રમે છે.

દોડતું ગુજરાતહવે ફરી ધમધમતું

·         હોટેલ- રેસ્ટોરન્ટ હવે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા

·         દુકાનો ગમે તેટલા સમય માટે ખુલ્લી રહી શકશે

·         7મી સપ્ટેમ્બરથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડી શકશે

·         21મી સપ્ટેમ્બરથી ઓપનએર થિયેટર શરૂ કરી શકાશે

·         60 ટકા ક્ષમતા સાથે લાયબ્રેરી શરૂ થઇ ગઇ છે

·         ખાનગી બસો અમદાવાદ,સુરતમાં 50 ટકા, અન્ય શહેરોમાં 60 ટકા મુસાફરો સાથે

·         બંધ બાગ-બગીચાઓ પણ હવે જાહેર જનતા માટે ખુલી ગયા

રાજ્યમાં કુલ ટેસ્ટ 2559916, કેસ 100375, સાજા થયેલા દર્દીઓ 81180, મૃત્યુ 3064

સમયગાળો

શું હતું?

કેસ

મૃત્યુ

રિકવરી

ટેસ્ટ

1-3 સપ્ટેમ્બર

અનલૉક-4

3940

42

3398

228080

1થી 31 ઑગસ્ટ

અનલૉક-3

34918

581

33113

1593758

1થી 31 જુલાઇ

અનલૉક-2

28795

593

21237

364415

1થી 30 જૂન

અનલૉક-1

15365

792

13751

161733

25 માર્ચથી 31 મે

લૉકડાઉન

16794

1038

9919

211930

 

adv

Related News

post
post
post
post
post
post
post