• Home
  • News
  • 2023થી 6 વર્ષ પૂરા કરનારા બાળકને જ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે
post

RTE અંતર્ગત 6થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 12:46:43

અમદાવાદ: રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધો. 1માં પ્રવેશ મેળવવા માટે જુન-2023થી 6 વર્ષ પુરા કરનાર બાળકને જ પ્રવેશ અપાશે તેમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજય સરકારે બાળક 6 વર્ષ પુરા કરે પછી પ્રવેશ આપવાનો નિયમ બનાવ્યો છે,પણ તેનો અમલ જુન-2023થી થશે. અત્યારે તો ધો. 1માં પ્રવેશ બાળક 5 વર્ષ પુરા કરે પછી અપાશે. અત્યારે ધો. 1માં પ્રવેશ આપવા માટે 5 વર્ષની વય મર્યાદા છે તે યથાવત છે. હાલમાં 6 વર્ષે પ્રવેશના નિયમનો અમલ થશે નહીં.

નવા નિયમનો અમલ 2023-24થી કરાશે
ગુજરાત સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફાર મુજબ હવે કોઈ પણ બાળક જે તે શૈક્ષણિક વર્ષમાં જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં નહીં આવે. શૈક્ષણિક વર્ષ 2020-21, 2021-22, અને 2022-23 દરમિયાન કોઈ બાળક તે શૈક્ષણિક વર્ષમાં 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ કરેલા હશે તો તેમને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. આમ હાલમાં નર્સરી અને જુનિયર-સીનિયર કે.જીમાં ભણતા બાળકોને મુશ્કેલી ન થાય તે માટે સરકારના નવા નિયમનો અમલ 2023-24થી કરવામાં આવશે.

RTE અંતર્ગત 6થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ
રાજ્યમાં હાલ ધોરણ-1માં પ્રવેશ માટેની ઉંમર 5 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. બાળકની ઉંમર 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ થયેલી હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે. જો કે, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત 6થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ છે. ત્યારે રાજ્યમાં ઉંમરને લઈને પ્રશ્નો ઉભા થતા રાજ્ય સરકાર દ્વારા ધોરણ-1માં પ્રવેશ માટેની લાયકાતમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post