• Home
  • News
  • વિશ્વના દેશોમાં 1 લાખ મૃત્યુનો હિસાબ:ભારતમાં કોરોનાથી પહેલા મૃત્યુના 204 દિવસ બાદ આંકડો 1 લાખને પાર, એક લાખ આંકડો પહોંચતાં બ્રાઝિલમાં 158 દિવસ અને અમેરિકામાં 83 દિવસ લાગ્યા
post

કોરોનાથી થતાં મૃત્યુના કેસોમાં ભારત વિશ્વમાં અમેરિકા, બ્રાઝિલ બાદ ત્રીજા સ્થાન પર

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-03 17:21:28

કોરોનાને પગલે 2જી ઓક્ટોબરના રોજ ભારતમાં મૃત્યુનો આંકડો એક લાખને પાર થઈ ગયો છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ હવે ભારત કોરોનાથી થતાં મૃત્યુની દૃષ્ટિએ વિશ્વમાં ત્રીજા ક્રમ પર છે. ભારતમાં કોરોનાથી પહેલા મૃત્યુના 204 દિવસ બાદ આ સંખ્યા 1 લાખ સુધી પહોંચી છે. બીજી બાજુ, બ્રાઝિલમાં આ આંકડો 158 દિવસમાં પહોંચ્યો હતો, જ્યારે અમેરિકામાં 1 લાખ મૃત્યુનો આંકડો 83 દિવસમાં જ પહોંચ્યો હતો.

ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરી, પહેલું મૃત્યુ 12 માર્ચના રોજ થયું

ભારતમાં કોરોના વાઇરસનો પહેલો કેસ 30 જાન્યુઆરીના રોજ કેરળમાં સામે આવ્યો હતો. ચીનની વુહાન યુનિવર્સિટીથી પરત ફરેલા એક વિદ્યાર્થીમાં કોરોના વાઇરસનાં લક્ષણો જોવા મળ્યાં હતાં, જ્યારે ભારતમાં કોરોના વાઇરસથી પહેલું મૃત્યુ 12 માર્ચના રોજ કર્ણાટકના કલબુર્ગીમાં 76 વર્ષના એક શખસનું થયું હતું, જે સાઉદી અરેબિયાથી પરત ફર્યા હતા. જ્યારે ભારતમાં કોરોનાને લીધે પહેલું મૃત્યુ થયું ત્યારે માંડ 75 કેસ હતા.

હવે જ્યારે ભારતમાં મૃત્યુનો આંકડો એક લાખને પાર થઈ ગયો છે અને ભારતમાં કુલ કેસની સંખ્યા 63 લાખથી વધારે થઈ ગઈ છે. વર્તમાન સમયમાં ભારતમાં કોરોનાથી થતાં મૃત્યુનો સરેરાશ દર 2 ટકા છે. ભારતમાં કોરોનાથી પહેલું મૃત્યુ 12 માર્ચના રોજ થયું હતું. ત્યાર બાદ 47 દિવસ બાદ આ મૃત્યુનો આંકડો 1000 પહોંચ્યો છે. આ ઉપરાંત 78 દિવસમાં મૃત્યુની આ સંખ્યા 10 ગણી વધીને 10 હજાર પહોંચી ગઈ. ત્યાર બાદ 31 દિવસમાં મૃત્યુનો આંકડો 50 હજારને પાર થઈ ગયો. ત્યાર બાદ 47 દિવસમાં આ આંકડો 1 લાખ મૃત્યુ સુધી પહોંચી ગયો છે.

સૌથી વધારે મૃત્યુ અમેરિકામાં થયાં, ભારત ત્રીજા ક્રમ પર

સમગ્ર વિશ્વમાં અત્યારસુધીમાં કોરોનાથી 3 કરોડ 41 લાખથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે અને 10 લાખથી વધારે મૃત્યુ થયાં છે. વિશ્વમાં કોરોનાથી થતાં મૃત્યુનો સરેરાશ દર 4 ટકા છે. કોરોનાથી થતા સૌથી વધારે મૃત્યુવાળા ટોપ-10 દેશની યાદીમાં અમેરિકા, બ્રાઝિલ અને ભારત ઉપરાંત મેક્સિકો, UK,ઈટાલી, પેરુ, ફ્રાંસ, સ્પેન અને ઈરાનનો સમાવેશ થાય છે.

અમેરિકામાં અત્યારસુધીમાં 2.11 લાખ મૃત્યુ

અમેરિકામાં કોરોના વાઈરસને પગલે 2 લાખથી વધારે મૃત્યુ થઈ ચૂક્યાં છે. અહીં કોરોનાનો પ્રથમ કેસ 15 ફેબ્રુઆરીના રોજ આવ્યો હતો અને 29 ફેબ્રુઆરીના રોજ વાઈરસથી પહેલું મૃત્યુ થયું હતું. બીજી બાજુ, મૃત્યુની બાબતમાં બીજા નંબર પર આવેલા દેશ બ્રાઝિલમાં અત્યારસુધીમાં 2.11 લાખથી વધારે મૃત્યુ થયાં છે. અહીં પહેલો કેસ 25 ફેબ્રુઆરીના રોજ આવ્યો હતો અને પહેલું મૃત્યુ 17 માર્ચના રોજ થયું હતું.

ઈટાલીમાં શરૂઆતી બે મહિનામાં 24 હજારથી વધુ મૃત્યુ થયાં
ઈટાલીમાં શરૂઆતી દિવસોમાં મૃત્યુનો આંકડો ખૂબ જ ઝડપથી વધ્યો હતો. અહીં પહેલું મૃત્યુ 21 ફેબ્રુઆરીના રોજ થયું હતું અને એના એક મહિનાની અંદર જ 4,841 મૃત્યુ થયાં હતાં. બીજી બાજુ, 60 દિવસમાં અહીં આંકડો 24,710 મૃત્યુ સુધી પહોંચી ગયો હતો. મે મહિના બાદ અહીં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થવાની શરૂઆત થઈ હતી. પહેલા કેસના 242 દિવસ બાદ અને પહેલા મૃત્યુના 223 દિવસ બાદ અહીં હવે 35,894 મૃત્યુ થયાં હતાં. વર્તમાન સમયમાં કોરોનાથી થતાં મૃત્યુની બાબતમાં ઈટાલી છટ્ઠા ક્રમ પર છે.

 

ફ્રાંસમાં અત્યારસુધીમાં ડેથ રેટ ભારતમાં સૌથી ઓછો

કોરોનાથી થતાં મૃત્યુમાં સમાવેશ ધરાવતા મોખરાના-10 દેશમાં ફ્રાંસ એવો દેશ છે જ્યાં ડેથ રેટ 25 ટકા છે. અહીં કોરોનાનો પહેલો કેસ મળ્યાના 251 દિવસમાં 31 હજારથી વધારે મૃત્યુ થઈ ચૂક્યાં છે. ડેથ રેટની બાબતમાં લિસ્ટમાં બીજા ક્રમ પર ઈટાલી અને ત્રીજા ક્રમ પર મેક્સિકો છે. ટોપ-10 દેશમાં સૌથી ઓછો ડેથ રેટ ભારતમાં છે, અહીં 2 ટકા ડેથ રેટ છે.

વસતિની દૃષ્ટિએ ડેથ રેટની બાબતમાં પેરુ સૌથી આગળ

વસતિની દૃષ્ટિએ ડેથ રેટના કેસમાં ટોપ-10 દેશોમાં પેરુ સૌથી આગળ છે. અહીં પ્રત્યેક દસ લાખ લોકો પૈકી 981 લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. બીજી બાજુ, ભારતમાં પ્રત્યેક દસ લાખ લોકો પૈકી 71 મૃત્યુ થઈ રહ્યાં છે.

વિશ્વમાં કોરોનાથી મૃત્યુ અને સંક્રમણને લઈ 6 ફેક્ટ્સ

1. અમેરિકાનું રિસર્ચઃ અંગ્રેજી નહીં બોલનારા અમેરિકનને કોરોનાનું વધારે જોખમ

કોરોના સંક્રમણ વચ્ચે અમેરિકાના વૈજ્ઞાનિકોને કોરોના તથા ભાષા વચ્ચે પણ કનેક્શન શોધી લીધું છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસિને પોતાના સંશોધનમાં દાવો કર્યો છે કે જે અમેરિકન અંગ્રેજી બોલતા નથી તેમની પર કોરોનાનું વધારે જોખમ છે. અમેરિકાના એવા લોકો કે જેમની પહેલી ભાષા સ્પેનિશ અથવા કમ્પોડિયન છે તેમનામાં કોરોનાનું જોખ પાંચ ગણું વધારે છે. સંશોધન માટે 300 મોબાઈલ ક્લિનિક અને 3 હોસ્પિટલમાં કોરોના દર્દીની તપાસના આંકડા એકત્રિત કરવામાં આવ્યા હતા.

2. બ્રિટનનું સંશોધનઃ અશ્વેત-લઘુમતી વધારે સંક્રમિત થયા
નેશનલ હેલ્થ સર્વિસીઝ (NHS)ની હોસ્પિટલમાં મે મહિનાના આંકડા દર્શાવે છે કે બ્રિટનમાં કોરોના વાઈરસના સંક્રમણના અને એનાથી મૃત્યુનું સૌથી વધારે જોખમ અશ્વેત, એશિયાઈ અને લઘુમતીઓને છે. હોસ્પિટલો તરફથી જાહેર આંકડાકીય માહિતી પ્રમાણે ગોરા લોકોની તુલનામાં અશ્વેતોમાં સંક્રમણ બાદ મૃત્યુનો આંકડો બમણો છે. અશ્વેત, એશિયાઈ અને લઘુમતી સમુદાયો અહીં બેમ (BAMF) કહે છે, જેનો અર્થ થાય છે- બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનિક. ધ ટાઈમ્સના એક અહેવાલ પ્રમાણે NHSની હોસ્પિટલોમાં જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે એ પ્રમાણે 1 હજાર લોકો પર 23 બ્રિટિશ, 27 એશિયન અને 43 અશ્વેત લોકોનાં મૃત્યુ થયાં. એક હજાર લોકોમાં 69 મૃત્યુ સાથે સૌથી વધારે જોખમ કેરેબિયન લોકો પર હતું, જ્યારે સૌથી ઓછું જોખમ બાંગ્લાદેશી(22) પર હતું.

3. સ્પેનનું સંશોધનઃ ઝિંકની અછતનો સામનો કરનાર પર મૃત્યુનું જોખમ બમણું
સ્પેનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે એવા લોકો કે જે ઝિંકની ઊણપનો સામનો કરી રહ્યા છે તેમને કોરોના સંક્રમણ થાય છે તો મૃત્યુનું જોખમ બમણાથી વધારે છે. કોરોનાના જે દર્દીમાં ઝિંકની અછત હોય છે તેમને સોજાના કેસ વધી રહ્યા છે. એ મૃત્યુનું જોખમ વધારે છે. બાર્સિલોનાના ટર્શિયરી યુનિવર્સિટી હોસ્પિટલના રિસર્ચરે 15 માર્ચથી 30 એપ્રિલ, 2020 સુધી કોરોના દર્દી પર સંશોધન કર્યું. સંશોધનમાં કોરોનાના એવા દર્દીનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. તેમના આરોગ્ય, લોકેશન સંબંધિત આંકડા અગાઉથી થયેલી બીમારીનો રેકોર્ડ કરવામાં આવ્યો.

4. ચીનનું સંશોધનઃ ચીનના વૈજ્ઞાનિકોનો દાવો, ચશ્મા ન લગાવનાર લોકોમાં સંક્રમણનું જોખમ
મેડિકલ જર્નલ ઓફ વાયરોલોજીમાં પ્રકાશિત રિસર્ચ પ્રમાણે કોરોના વાઇરસ આંખો મારફત પણ શરીરમાં પહોંચી શકે છે. રિસર્ચ કરનારા ચીનના શુઝાઉ ઝોંગડુ હોસ્પિટલના શોધકર્તાઓનું કહેવું છે કે જે લોકો દિવસમાં 8 કલાકથી વધારે ચશ્માં લગાવે છે તેમને કોરોના સંક્રમણનું જોખમ ઓછું છે.

સંશોધકોનું કહેવું છે કે હવામાં રહેલા કોરોનાના કણ સૌથી વધારે નાક મારફત શરીરમાં પહોંચે છે. નાક અને આંખોમાં એક બાજુ મેમ્બ્રેન લાઈનિંગ હોય છે. જો કોરોના બન્નેમાં કોઈપણ ભાગની મ્યૂકસ મેમ્બ્રેન સુધી પહોંચે છે તો એ સરળતાથી સંક્રમિત કરી શકે છે. માટે આંખોમાં કોરોનાનું સંક્રમણ થતાં દર્દીઓમાં કંઝેક્ટિવાઈટીસ જેવાં લક્ષણ દેખાય છે. બીજી બાજુ, તમે ચશ્માં પહેરો છો તો એ બેરિયરની માફક કામ કરે છે અને સંક્રમિત ડ્રોપેટ્સને આંખોમાં પહોંચતાં અટકાવે છે. માટે આ પ્રકારના ચશ્માં સતત લગાવવા વધારે યોગ્ય છે, જે ચોતરફથી આંખોને સુરક્ષા પૂરી પાડે છે.

5. ઓસ્ટ્રેલિયાનું રિસર્ચઃ 0+ બ્લડ ગ્રુપવાળાને કોરોના સંક્રમણ ઓછું થાય છે
ઓસ્ટ્રેલિયા આશરે 10 લાખ લોકો DNA પર થયેલા સંશોધનમાં જોવા મળ્યું છે કે 0+ બ્લડ ગ્રુપવાળા પર વાઇરસની અસર ઓછી થાય છે. આ અગાઉ હાર્વર્ડથી મળેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે 0+વાળા લોકોમાં કોરોના પોઝિટિવ ઓછું છે, પણ સિવિયરિટી અને ડેથ રેટમાં અન્યોની તુલનામાં વધારે તફાવત નથી.

6. CDCના નિર્દેશકનો દાવોઃ વેક્સિનથી 70% અને માસ્કથી 80-85% સુધી સુરક્ષા
જ્યાં સુધી કોરોનાની દવા ન આવે ત્યાં સુધી લોકોએ માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. માસ્કને લઈ CDC,અમેરિકાના નિર્દેશક રોબર્ટ રેડફિલ્ડનું કહેવું છે કે માસ્ક વેક્સિનથી વધારે અસરકારક છે. રોબર્ટે આ વાત સમગ્ર વિશ્વમાં માસ્ક અંગે ઘણા અભ્યાસને આધારે કહી છે, જો બે વ્યક્તિ એકબીજાની સામે બેઠી છે અને માસ્ક લગાવ્યું છે, સુરક્ષિત અંતર રાખ્યું છે તો સુરક્ષા અનેક ગણી વધી જાય છે, પણ જરૂરી છે કે માસ્ક યોગ્ય રીતે લગાવવામાં આવેલું હોય, મોં અને નાક સારી રીતે ઢાકેલાં હોવાં જોઈએ. વાઇરસથી પ્રોટેક્શન માટે એન્ટિબોડી હોય છે, જે વેક્સિન આપ્યા બાદ લોકોના શરીરમાં આશરે 70 ટકા બની શકે છે, જ્યારે માસ્કથી 80-85 ટકા સુધી સુરક્ષા મળી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post