• Home
  • News
  • ભારતમાં દર 10 કેન્સરના દર્દીઓમાંથી 7ના મોત થાય છે, અહીં એક ડોક્ટર પર 2000 દર્દીઓનું ભારણ
post

WHOના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2018માં કેન્સરના 1.81 કરોડ કેસ નવા આવ્યા, 96 લાખ મોત પણ થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-01 12:32:18

નવી દિલ્હી: છેલ્લાં બે દિવસમાં બોલિવૂડે તેમના બે બેસ્ટ કલાકાર ગુમાવી દીધા છે. બંનેને એ બીમારી હતી જે દુનિયાના દર છઠ્ઠા મોતનું કારણ બને છે. રિશી કપૂરને બ્લડ કેન્સર હતું અને ઈરફાન ખાનને બ્રેઈન કેન્સર હતું. બંનેની સારવાર દેશમાં પણ થઈ અને વિદેશમાં પણ થઈ. પરંતુ સારવારના 2 વર્ષમાં જ બંનેના મોત થઈ ગયા.

દર વર્ષે દેશ અને દુનિયામાં કેન્સરના કારણે લાખો લોકોના મોત થાય છે. WHOના અંદાજ પ્રમાણે 2018માં કેન્સરથી કુલ 96 લોકોના મોત થયા છે. તેમાંથી 70 ટકા મોત ગરીબ દેશ અથવા ભારત જેવા મિડલ ઈન્કમ દેશોમાં થયા છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં કેન્સરથી 7.84 લાખ લોકોના મોત થયા છે. એટલે કે કેન્સરથી થયેલા કુલ મોતમાંથી 8 ટકા મોત ભારતમાં થયા છે.


જર્નલ ઓફ ગ્લોબલ એન્કોલોજીમાં 2017માં પબ્લિશ થયેલા એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં કેન્સરથી મૃત્યુ થનાર લોકોનો દર વિકિસત દેશોની સરખામણીએ લગભગ બમણો જેટલો છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં દર 10 કેન્સર દર્દીઓમાંથી 7ના મોત થાય છે. વિકસિત દેશોમાં આ સંખ્યા 3થી 4 દર્દીઓની છે. રિપોર્ટમાં તેનું કારણ કેન્સરથી સારવાર કરનાર ડોક્ટરની અછત ગણાવી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારતમાં 2000 કેન્સર દર્દીઓ પર માત્ર એક ડોક્ટર છે. અમેરિકામાં કેન્સર દર્દીઓ અને ડોક્ટરોનો આ રેશિયો 100:1નો છે. એટલે કે ભારત કરતા 20 ગણો વધારે.

ઓછા ડોક્ટર હોવા છતાં ભારતમાં ઘણી મોટી કેન્સર હોસ્પિટલો છે, જ્યાં સ્પેશિયાલિસ્ટ અને સુવિધાઓ સારી છે. ખાડી દેશો સહિત ઘમાં આફ્રિકન દેશોના દર્દીઓ પણ અહીં સારવાર માટે આવે છે. તેનું એક મોટુ કારણ એ છે કે, વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં કેન્સરની સારવાર ઘણી સસ્તી થાય છે. તેમ છતાં ભારતથી ઘણાં લોકો વિદેશમાં કેન્સરની સારવાર કરાવવાનું પસંદ કરે છે.

રિશી કપૂર તેમની સારવાર માટે ન્યૂયોર્ક ગયા હતા. તે જ રીતે ઈરફાન ખાનની સારવાર લંડનમાં કરવામાં આવી હતી. બોલિવૂડમાં આ લિસ્ટ લાંબુ છે. તેમાં સોનાલી બેન્દ્રે, મનિષા કોઈરાલા અને ક્રિકેટર યુવરાજ સિંહ જેવા સેલેબ્સ પણ સામેલ છે. જેમની સારવાર અમેરિકાની કેન્સર હોસ્પિટલમાં કરવામાં આવી છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કેન્સરની સારવારમાં ભારત ક્યાંય પણ વિકસિત દેશો કરતા પાછળ નથી. પરંતુ જ્યારે લોકો પાસે પૈસા વધારે હોય છે ત્યારે તેઓ સારી સારવારનો વિકલ્પ શોધે છે. જોકે એ વાત પણ એટલી જ સાચી છે કે ભારતમાં દરેક દર્દીઓને ચોક્કસ સારવાર નથી મળતી. તેથી જ ભારતમાં વિકસીત દેશોની સરખામણીએ ડેથ રેશિયો વધારે છે. પરંતુ જેને પણ યોગ્ય સારવાર મળી જાય છે તેમની સાજા થવાની શક્યતાઓ પણ એટલી જ વધી જાય છે.

ભારત:  વર્ષ 2018માં મહિલાઓની સરખામણીએ પુરુષોમાં કેન્સરના કેસ ઓછા રહ્યા, પરંતુ મોત વધારે થઈ
WHO
ના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં વર્ષ 2018માં મહિલાઓમાં કેન્સરના 5.87 લાખ દર્દી નોધાયા હતા જ્યારે પુરુષોમાં 5.70 લાખ દર્દીઓ નોંધાયા હતા. જોકે કેન્સરના કારણે થયેલા મોતમાં પુરુષોની સંખ્યા મહિલાઓ કરતાં 42 હજાર વધારે છે. 2018માં કેન્સરથી 4.13 લાખ પુરુષોના મોત થયા છે જ્યારે મહિલાઓ દર્દીઓના મોતનો આંકડો 3.71 લાખ છે. પુરુષોમાં સૌથી વધારે મોઢા અને ફેફસાનું કેન્સર જોવા મળ્યું છે. જ્યારે મહિલાઓમાં બ્રેસ્ટ અને ગર્ભાશય કેન્સરના કેસ વધારે જોવા મળ્યા છે.

પુરુષોમાં કેન્સર

નવા કેસ

મહિલાઓમાં કેન્સર

નવા કેસ

મોઢાનું કેન્સર

92 હજાર

બ્રેસ્ટ કેન્સર

1.62 લાખ

ફેફસાનું કેન્સર

49 હજાર

ગર્ભાશયનું કેન્સર

97 હજાર

પેટનું કેન્સર

39 હજાર

અંડાશયનું કેન્સર

36 હજાર

મળાશયનું કેન્સર

36 હજાર

મોઢાનું કેન્સર

28 હજાર

આંતરડાનું કેન્સર

34 હજાર

મળાશયનું કેન્સર

20 હજાર

સોર્સ: ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરી, WHO (આંકડા- 2018)


-
ભારતમાં વર્ષ 2018માં બ્રેસ્ટ કેન્સરથી 87 હજાર મહિલાઓના મોત થયા છે. એટલે કે રોજના 239 મોત. આ જ રીતે ગર્ભાશયમાં કેન્સરથી રોજના 164 અને અંડાશયના કેન્સરથી રોજના 99 લોકોના મોત થયા છે.

દુનિયા: 18 ટકા મોત ફેફસાના કેન્સરના કારણે
વર્ષ 2018માં કેન્સરના કારણે કુલ 1.81 કરોડ કેસ નોંધાયા છે. તેમાં પુરુષોના 94 લાખ અને મહિલાઓના 86 લાખ કેસ હતા. મોત પણ પુરુષોમાં વધારે નોંધવામાં આવ્યા છે. 53.85 લાખ પુરુષોનું કેન્સરના કારણે મોત થયું છે. જ્યારે મહિલા દર્દીઓનો મોતનો આંકડો 41.69 લાખ છે. પુરુષોમાં સૌથી વધારે કેસ ફેફસા અને પ્રોસ્ટેટ કેન્સરના છે. જ્યારે મહિલાઓમાં બ્રેસ્ટ, ગર્ભાશય અને ફેફસાના કેન્સરના કેસ વધારે છે.

કેન્સર

 કેસ

મોત

ફેફસાનું કેન્સર

20.93 લાખ

17.61 લાખ

બ્રેસ્ટ કેન્સર

20.88 લાખ

6.26 લાખ

પ્રોટેસ્ટ કેન્સર

12.76 લાખ

3.59 લાખ

આંતરડાનું કેન્સર

10.96 લાખ

5.51 લાખ

પેટનું કેન્સર

10.33 લાખ

7.82 લાખ

સોર્સ: ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરી, WHO (આંકડા- 2018)

દુનિયામાં વર્ષ 2018માં કેન્સરથી 22 ટકા મોતનું કારણ માત્ર તમાકુ રહ્યું છે. ગરીબ અને મિડલ ઈન્કમ દેશોમાં કેન્સરના 25 ટકા કેસ હેપિટાઈટિસ અને એચપીવી જેવા વાઈરસના કારણે થયા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post