• Home
  • News
  • જામનગરમાં 4 મહિનામાં 3791 લોકોને કૂતરાં કરડ્યાં
post

શ્વાનની રંજાડ વધતા કેટલાક વિસ્તારોમાં તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 10:06:46

જામનગર: જામનગર શહેરમાં દિન-પ્રતિદીન કુતરાઓનો આંતક વધી રહ્યો છે.શહેરના ગલ્લી મહોલ્લાઓમાં જ્યાં જુઓ ત્યાં કુતરા અડિંગા જોવા મળે છે. શહેરમાં માત્ર ચાર મહિનામાં જ 3791 લોકોને કુતરાએ બચકા ભર્યા હોવાનું જી. જી. હોસ્પિટલમાં આંકડા નોંધાયો છે.શહેર જાણે શ્વાન નગર બની રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.શહેરમાં દિવસે ને દિવસે કુતરાનો આંતક વધતા શહેરમાં વૃધ્ધો અને બાળકોને બહાર નિકળવામાં પણ બીક લાગી રહી છે.

જામનગર શહેરમાં રખડતા ઢોરો બાદ હવે કુતરાનો ત્રાસ વધ્યો છે.તો બીજી બાજુ સુપ્રિમ કોર્ટના ચુકાદાના લીધે જામ્યુકોએ કૂતરા પકડવાનું બંધ કરીને માત્ર ખસીકરણ કરવામાં જ આવે છે.શહેરમાં રખડતા કુતરાના અનહદ ત્રાસથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે.જામનગરની જી જી હોસ્પિટલમાં રોજના સરેરાશ 20 થી 25 જેટલા કુતરા કરડવાના કેસ નોંધાઇ રહ્યાં છે. જામનગર શહેરમાં જાન્યુઆરી,ફેબ્રુઆરી તેમજ માર્ચ અને એપ્રિલ મહિનામાં મળી કુલ 3791 જેટલા કુતરા કરડ્યાના કેસ નોંધાયા છે.ત્યારે શહેરમાં વધી રહેલા કુતરાના ત્રાસથી શહેરીજનોને રાહત અપવાવા જામ્યુકોના તંત્ર દ્વારા નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે.

ચાલુ ગાડીએ પણ પાછળ દોડી બચકુ ભરી લે છે
શહેરમાં રખડતા કુતરા ચાલુ ગાડીએ પણ પાછળ દોડે છે.ગમે ત્યારે ચાલુ ગાડીએ જતી વખતે પણ કુતરાનો સતત ખતરો રહે છે.ગાડી ચલાવતી વખતે પણ કુતરા પાછળ દોડીને બચકા ભરી લે છે.> કિશોરભાઇ શાહ, જામનગર.

નાના બાળકોને શેરીમાં રમવામાં પણ સતત શ્વાનનો ભય રહે છે
 
શહેરમાં જ્યાં જોવો ત્યાં ગલ્લીમાં કુતરાનો ત્રાસ જોવા મળે છે.હવે તો કુતરા કરડવાના ડરથી બાળકોને પણ શેરીમાં રમતા સમયે સતત કુતરનો જ ભય રહે છે.તંત્ર જો આ બાબતે કાંઇ કરે તો લોકોને રાહત મળે.-રિતેશભાઇ રાયઠઠ્ઠા, જામનગર.

બાઇક પાછળ દોટ લગાવતા શ્વાનથી ભય
શહેરના અમુક ગીચ વિસ્તારમાં મોડી સાંજ બાદ કુતરાઓનો અડીંગો જોવા મળે છે.તેમાં પણ જુના નગરના નાનીગલી ખાચાવાળા વિસ્તારો જેવા કે સેન્ટ્રલ બેન્ક નજીકના અમુક રોડ પર રાત્રે કુતરાના ત્રાસના કારણે લોકો પગપાળા જવામાં ભય અનુભવે છે તો બાઇક પર પસાર થનાર ચાલકોની પાછળ પણ કુતરા દોટ લગાવતા હોવાથી તેઓભય અનુભવે છે.- શિવાંગભાઇ જોશી, જામનગર.

 

adv

Related News

post
post
post
post
post
post
post