• Home
  • News
  • શ્રમિકો ફરી ચિંતિત:માર્ચ 2020માં લોકડાઉનમાં 70 ટકા શ્રમિકો વલસાડ-વાપીથી હિજરત કરી ગયા હતા, હાલ લોકડાઉન થવાના ભયે ફરી સ્થળાંતર શરૂ
post

ફરી લોકડાઉન આવશે એવી ભીતિ વાપીના શ્રમિકોમાં જોવા મળી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 11:36:10

માર્ચ 2020માં કોરોના કારણે લોકડાઉન જાહેર થતાં ટ્રેન અને બસ સેવા બંધ થતાં જિલ્લાના 70 ટકા કામદારો પગપાળા વતન પહોંચ્યા હતા. તો 8 માસ પછી ફરી એક વખત લોકડાઉનની ભીતિના પગલે કામદારોએ સ્થળાંતર શરૂ કર્યું છે. વાપી રાજયમાં કોરોનાના વધતાં કેસો વચ્ચે ફરી લોકડાઉન આવશે એવી ભીતિ વચ્ચે વાપીના શ્રમિકોમાં જોવા મળી રહી છે. જેને લઇ શ્રમિકોએ અગાઉ લોકડાઉનમાં વેઠેલી હાલાકી ફરી વેઠવી ન પડે તે માટે વતન તરફ પલાયન શરૂ કર્યું છે. વાપી અને દમણની કંપનીમાં કામ કરતાં શ્રમિકો સોમવારે ખાનગી લકઝરીમાં વતન જવા નેશનલ હાઇવે પર પહોંચ્યા હતાં. વાપીથી રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ તરફ શ્રમિકો જઇ રહ્યાં છે. ટ્રેનમાં ટિકિટ ન મળતાં શ્રમિકો મજબુરીમાં ખાનગી લકઝરીમાં વધુ ભાડુ ચુકવી વતન જવા મજબૂર બન્યા છે.

લોકડાઉન થવાનું હોવાથી રાજસ્થાન જઇ રહ્યાં છે
રાજસ્થાનના ભીલવાડાના મોહનભાઇ રાજપુતે કહ્યું- બે માસ અગાઉ વાપીની કંપનીમાં કામ માટે આવ્યા હતા,પરંતુ અહી લોકડાઉન થવાનું હોવાની માહિતી મળતાં પરિવાર સાથે રાજસ્થાન જઇ રહ્યાં છે. લોકડાઉન થાય તો પછી વતન જવામાં મુશ્કેલી પડે છે. જેથી અત્યારથી વતન જવાનો નિર્ણય કર્યો છે.

ટ્રેનની ટિકિટ ન મળતાં લકઝરીમાં વતન પહોંચીશું
બિહારના પટનાના અનિલ દ્રિવેદીએ કહ્યું- ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. લોકડાઉનની સંભાવના છે.સાથે મારા વતનમાં હનુમાનજીનો ભંડારાનો કાર્યક્રમ પણ છે. જેથી વતન જવા માટે ટ્રેનની ટિકિટ ન મ‌ળતાં લકઝરીનો સહારો લીધો છે. દમણની કંપનીમાં નોકરી કરુ છું. થોડા સમય પહેલા જ અહી આવ્યો હતો.

કોરોનાના કેસ વધતા હોય વતન રાજસ્થાન જાવ છું
ઉત્તરપ્રદેશના અલહાબાદના કરુણાશંકરે કહ્યું- વતનમાં લગ્ન પ્રસંગ હોવાથી વતન જઇ રહ્યો છુ. ટ્રેનની તત્કાલ ટિકિટ ન મળતાં લકઝરીમાં મજબુરીમાં જઇ રહ્યાં છે.ગુજરાતમાં હાલ કોરોનાના કેસો વધી રહ્યાં છે. જેથી લગ્ન પ્રસંગની સાથે વતનમાં વધારે રોકાણ કરવામાં આવશે.

અઢી મહિના પહેલા આવ્યો, લોકડાઉનના બીકે જાવ છું
રાજસ્થાનના ગંગાપુરના પ્રભુભાઇ પુરોહિતે કહ્યું- પ્રથમ લોકડાઉન બાદ અઢી મહિના પહેલા વાપી આવ્યા હતાં. પરંતુ ફરીથી લોકડાઉન થવાનું હોય પરિવારે તકલીફ ન પડે એટલે અમે વતન જતા છે. ખાનગી લકઝરી ડબલ ભાવો લઇ રહી છે. આમ છતાં પરિવારજનોને સુરિિક્ષત વતન પહોંચાડવાના છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post