• Home
  • News
  • નારણપુરામાં BLOની કામગીરી નબળી દેખાતા શિક્ષકોને મિટિંગ હોલમાં હાજર રહેવાનું ફરમાન, શિક્ષણ સિવાયની અન્ય કામ સોંપવામાં આવતા શિક્ષકોમાં રોષ
post

BLO એટલે બુથ લેવલ ઓફિસર. રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં શિક્ષકોને BLOને જવાબદારી સોંપવામાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-22 18:56:17

ગુજરાતભરમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી કરવામાં આવતી હોવાની વાત સામે આવી છે. શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવે છે. મતદાર અધિકારી દ્વારા નારણપુરા વિધાનસભાના મત વિભાગના BLOને પત્ર લખીને હાજર રહેવા સૂચના આપી છે. ગેરહાજર રહેનાર BLOને વોરંટ કાઢી ધરપકડ કરવાની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. જેથી શિક્ષકોમાં આ મામલે રોષ જોવા મળ્યો છે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે
BLO
એટલે બુથ લેવલ ઓફિસર. રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં શિક્ષકોને BLOને જવાબદારી સોંપવામાં આવે છે. BLO ઘરે ઘરે જઈને મતદાન અને મતદાર યાદી માટે કામ કરવાનું હોય છે, અત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં ઘરે ઘરે જઈને કામગીરી કરવાની છે, ત્યારે નારણપુરા વિધાનસભાના મત વિભાગમાં કામગીરી નબળી દેખાતા તમામ BLOને હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. તેમજ ગેરહાજર રહેનાર BLOની ધરપકડ કરવામાં આવશે તેવી માહિતી મળી હતી.

શિક્ષકોની કામગીરી નબળી હોવાથી મીટીંગ
મતદાર નોંધણી અધિકારીએ નારણપુરા વિધાનસભાના તમામ BLOને પત્ર લખીને જણાવ્યું છે કે, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ હાઉસ ટુ હાઉસ કામગીરી ચાલી રહી છે. જે અન્વયે BLO એપમાં કામગીરી નબળી હોવાથી મીટીંગ હોલમાં હાજર રહેવાનું રહેશે. જે BLO ગેરહાજર રહેશે તેમની સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવાની ફરજ પડશે તેમજ વોરંટ કાઢી ધરપકડ કરવાની પણ ફરજ પડશે.

શિક્ષકોને શિક્ષણ પર અસર
આ અંગે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષક યુનિયનના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે, BLOની કામગીરી ના કરનાર શિક્ષકોને વોરંટ કાઢી ધરપકડ કરવામાં આવશે તો તે ખોટું છે. BLOની કામગીરીને કારણે શિક્ષણ પર અસર થાય છે. શિક્ષકો કોઈ કારણથી હાજર ન રહે તો તેમની ધરપકડ કરવી યોગ્ય નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post