• Home
  • News
  • કચ્છના નરેડીમાં બે કાળોતરા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો, એક કલાક સુધી સાપની લડાઈ ચાલી
post

હાલ સર્પ પ્રજાતિ સવનન કરતી હોય છે: ભરતભાઈ કોલી

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-28 17:47:32

રાજ્યની સાથે કચ્છમાં પણ હવે ચોમાસાની મેઘમહેરની આંશિક સ્તરે શરૂ થઈ ચૂકી છે. તેમ છતાં હજુ પણ વાતવરણમાં ગરમી અને ઉકળાટ નો માહોલ જોવા મળી રહ્યો છે. જેની અસર સમગ્ર જનજીવન પર વર્તાઈ રહી છે. ખાસ કરીને કાયમી જમીન અંદર રહેતા સરીસૃપ જીવો ગરમીથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે જેને લઇ ઠંડક મેળવવા હાલ જમીન ઉપર જોવા મળી રહ્યા છે. ત્યારે અબડાસા તાલુકાના નરેડી ગામે બે કાળોતરા એકમેકની સામે આવી જતા જાણે કોણ વધુ ઝેરીલું છે તેમ જંગે ચડ્યા હતા.

લડાઇ જાણે પ્રતિષ્ઠાનો જંગ બની એવા દૃશ્યો
સામાન્ય રીતે શ્વાન, આંખલા અને માનવો સહિતના જીવો એકમેક સાથે કલાકો સુધી લડતા ઝગડતા જોવા મળતા હોય છે. પરંતુ આંહી બે કાળોતરા સાપ જંગે ચડેલા જોવા મળ્યા હતા. સાપ લડાઈનો વીડિયો નરેડી ગામનાં લોકોએ મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધા હતા. લગભગ એક કલાક સુધી ચાલેલી સાંપોની આ લડાઇ જાણે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હોય એવું દૃશ્યો જોતાં જણાય છે.

હાલ સર્પ પ્રજાતિ સવનન કરતી હોય છે: ભરતભાઈ કોલી
માંડવી શહેર ખાતે પિટિશન રાઈટરનો વ્યવસાય ધરાવતા ભરતભાઈ કોલી છેલ્લા આઠ વર્ષથી સાપ પકડવાની સેવા આપે છે અને અત્યાર સુધીમાં માંડવી તાલુકામા 650 કરતા વધુ સાપ પકડી ચૂક્યા છે. તેઓ કચ્છમાં જોવા મળતા તમામ સાપ વિશે ઊંડી માહિતી પણ ધરાવે છે. ત્યારે વાઇરલ વીડિયો પ્રત્યે તેમણે અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે હાલ સર્પ પ્રજાતિ સવનન કરતી હોય છે. ત્યારે વીડિયોમાં દેખાતા બન્ને સાપ નર છે અને માદા સર્પ માટે લડાઈ કરતા હોય એવું ચોક્કસથી કહી શકાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post