• Home
  • News
  • પલસાણામાં ટેન્કરે બાઈકને અડફેટે લઈ કારને 500 મીટર સુધી ઢસડી ગયો, બ્રેક જ ન લાગતા અકસ્માત
post

એક મોટરસાઇકલ ચાલક આવતા મોટરસાયકલ પરથી પડી જતા આબાદ બચાવ થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-28 19:28:24

સુરત: સુરતના પલસાણા ખાતે નેશનલ હાઈ વે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કરે ચાલકે કારને અડફેટે લીધી હતી અને અંદાજીત 500 મીટર સુધી ઢસડી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. સમગ્ર અકસ્માત ટેન્કરમાં બ્રેક ન લાગતાં સર્જાયો હતો. બીજી તરફ પોલીસે આ મામલે તપાસ કરતા ટેન્કર ચાલક અને કાર ચાલક વચ્ચે સમાધાન થઇ ગયું હોવાનું જણાવ્યું હતું.

ટેન્કરે કારને અડફેટે લીધી
સુરતના સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો. એક મિનીટના આ વાઈરલ વીડિયોમાં એક ટેન્કર ચાલક ફોર વ્હિલ કારને ઢસડીને લઈને જતો દેખાઈ રહ્યો છે બીજી તરફ એક બાઈક ચાલકને પણ તે અડફેટે લેતો દેખાઈ રહ્યો છે. આ વીડિયો વાઈરલ થતા સુરત જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી હતી.

બ્રેક ન લાગતા કાર ઢસડી ગયો
પલસાણા પી .આઈ.અજિતસિંહ ચાવડાએ તાત્કાલિક તપાસ કરી કાર ચાલકને પોલીસ મથકે લાવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે, કાર ચાલક ગત રવિવારના રોજ મોડી સાંજે 6 :30 વાગ્યાના અરસામાં મુંબઈ અમદાવાદ ને.હા.48 પર પલસાણા ખાતે આવેલ ડિસન્ટ હોટલ પરથી હાઈવેના સર્વિસ રોડ પર આવી રહ્યા હતા. ત્યારે પલસાણા તરફથી કડોદરા તરફ સર્વિસ રોડ પર જતા એક ટેન્કર ચાલકે કારને અડફેટે લીધી હતી. જોકે ટેન્કર ઓછી સ્પીડમાં હોવાના કારણે ટેન્કરના આગળના ભાગે કાર ચોંટી ગઈ હતી. અકસ્માતમાં ટેન્કર ચાલક ગભરાઈને બ્રેક મારવાની પ્રયત્ન કરતા બ્રેક નહિ લાગતા ટેન્કર ચાલક અંદાજીત 500 મીટર સુધી આ કારને ઢસડી ગયો હતો.

કારચાલકનો આબાદ બચાવ થયો
એક મોટરસાઇકલ ચાલક આવતા મોટરસાયકલ પરથી પડી જતા આબાદ બચાવ થયો હતો. જોકે ટેન્કર ચાલકે અંતે ડિવાઇડર સાથે ટેન્કર દબાવી દેતા થોભી હતી. અકસ્માતમાં કાર ચાલકને નહિવત ઇજાઓ થઈ હતી. ટેન્કર ચાલકે કાર ચાલકને નુકસાનીના રૂપિયા ચૂકવાની બાયંધરી આપતા બન્નેએ સમાધાન કર્યું હતુ. જેથી કાર ચાલકે પોલીસ ફરિયાદ આપવાનું ટાળ્યું હતુ. પલસાણા પોલીસે કાર ચાલકનુ નિવેદન નોંધી જરૂરી કાગળ પ્રક્રિયા કરી રવાના કર્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post