• Home
  • News
  • સત્તા સંભાળતા જ બાઈડેન એક્શનમાં, ચપટી વગાડતાં જ ટ્રંપના નિર્ણયો પર પાણી ફેરવી દીધું
post

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને કોરોના સંકટની વચ્ચે WHOએ સાથે પોતાના સંબંધો તોડી નાંખ્યા હતા તેના લીધે તેની ખૂબ ટીકા કરાઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-21 09:42:39

વોશિંગ્ટન: અમેરિકામાં નવી સરકાર બની ગઇ છે અને જો બાઇડેન (Joe Biden) 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લઇ લીધા છે. ભારતીય મૂળના કમલા હેરિસ (Kamala Harris) તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ બન્યા છે, જેમણે ઇતિહાસ રચી દીધો છે. જેમ કે આશા હતી કે જો બાઇડેન સત્તા સંભાળતા જ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાંય નિર્ણયોને પલટી દેશે. બિલકુલ એવું જ થયું છે. રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ જો બાઇડેન એ સીધું ઓવલ ઓફિસ (Oval Office) માં કામકાજ સંભાળી લીધું અને એકશનમાં આવી ગયા.

જો બાઇડેને રાષ્ટ્રપતિ તરીકે કેટલાંય એવા નિર્ણય પર હસ્તાક્ષર કર્યા છે, જેની અમેરિકામાં લાંબા સમયથી ડિમાન્ડ ચાલી રહી હતી અને ચૂંટણી કેમ્પેઇનમાં બાઇડેને વચન પણ આપ્યું હતું.

જો બાઇડેન એ સત્તા સંભાળતા જ લીધા આ નિર્ણયો:

1.  કોરોના મહામારીને કંટ્રોલ કરવા માટે નિર્ણય, માસ્કર જરૂરી

2.  સામાન્ય લોકોને મોટા સ્તર પર આર્થિક મદદ કરવાની જાહેરાત

3.  ક્લાઇમેટ ચેન્જના મુદ્દા પર અમેરિકાની વાપસી

4.   જાતીય ભેદભાવને ખત્મ કરવા તરફ પગલાં

5.  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)માંથી હટવાના નિર્ણયને રોકયો

6.  બોર્ડર પર દિવાલ બનાવાના નિર્ણયને રોકયો, ફંડિંગ પણ રોકી દીધું

7.  ટ્રમ્પ પ્રશાસન દ્વારા જે મુસ્લિમ દેશોમાં પ્રતિબંધ મૂકાયો હતો તેને પાછો લઇ લીધો

8.   સ્ટુડન્ટ લોનના હપ્તા વાપસીને સપ્ટેમ્બર સુધી ટાળી દીધા

કેમ ખાસ છે જો બાઇડેનના આ નિર્ણયો?

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને લાંબા સમય સુધી ક્લાઇમેટ ચેન્જના મુદ્દા પર મોં ફેરવી દીધું. અમેરિકાએ પેરિસ એગ્રીમેન્ટમાંથી પોતાનું નામ પણ પાછું લઇ લીધું હતું, પરંતુ જો બાઇડેન એ ઠીક તેનાથી ઉલટું કર્યું. તેમણે કહ્યું હતું કે અમેરિકા પેરિસ એગ્રીમેન્ટમાં પાછા આવશે, સત્તા સંભાળતા જ તેમણે ક્લાઇમેટ ચેન્જની તરફ મોટું પગલું ભરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે  ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને કોરોના સંકટની વચ્ચે WHOએ સાથે પોતાના સંબંધો તોડી નાંખ્યા હતા તેના લીધે તેની ખૂબ ટીકા કરાઈ હતી. જો બાઇડેને ચૂંટણીમાં વચન આપ્યું હતું કે તેઓ શરૂઆતના નિર્ણય WHOમાં પાછા આવવાનું જ કરશે. સંયુકત રાષ્ટ્રની તરફથી અમેરિકાના આ નિર્ણયનું સ્વાગત કરાયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post