• Home
  • News
  • ગણેશ વિસર્જન:સાબરમતીમાં ગણેશ વિસર્જન રોકવા ઈન્દિરા બ્રિજ પાસે પતરાં મારી દેવાયાં,ઘરઆંગણે જ વિસર્જન કરો
post

વિરાટનગર ખાતેના શિરોમણી બંગ્લોઝમાં 40 ઘરના લોકોએ રિવરફ્રન્ટ કે તળાવને બદલે સ્થળ વિસર્જન કરવાનો નિર્ણય લીધો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-26 11:32:30

સાબરમતીમાં ગણેશ વિસર્જન થતું રોકવા માટે મ્યુનિ. ઈન્દિરા બ્રિજ પાસે છઠ્ઠ પૂજાના ઘાટ તરફ જવાના રસ્તે પતરાં મારી રસ્તો બંધ કરી દીધો છે. માટે આ વખતે ઘરઆંગણે જ ગણેશ વિસર્જન કરો.

ગણેશ મહોત્સવ એસોસિએશન અને મેઘાણીનગર, ખોખરા ગણેશ મંદિર, નરોડા ગણેશ મંદિર, ભદ્ર ગણેશ મંદિર અને મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરે પહેલીવાર ભક્તોને નદી કે તળાવની જગ્યાએ માત્ર સ્થળ પર વિસર્જન કરવા અપીલ કરી છે.

વિરાટનગર ખાતેના શિરોમણી બંગ્લોઝમાં 40 ઘરના લોકોએ રિવરફ્રન્ટ કે તળાવને બદલે સ્થળ વિસર્જન કરવાનો નિર્ણય લીધો છે. મેઘાણીનગરમાં આવેલા ગણેશ મંદિરમાં પહેલીવાર કોરોનાને કારણે 56 વર્ષની પરંપરા તોડીને માત્ર 2 દિવસની સ્થાપના બાદ મંદિરમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post