• Home
  • News
  • સુરતમાં બાળકની સાઇકલનું ટાયર સ્પીડ બ્રેકર કુદાવવા જતાં નીકળી ગયું ને RCC રોડ પર પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત થયો
post

ઈજાગ્રસ્ત વૈભવે જણાવ્યું હતું કે હું સાઇકલ ચલાવી રહ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-13 18:56:05

સુરત: નાનાં બાળકોના હાથમાં સાઇકલ આપતાં પહેલાં ચેતવા જેવો કિસ્સો સુરતથી સામે આવ્યો છે. અહિંના કાપોદ્રા વિસ્તારમાંથી ખૂબ જ હચમચાવી ઘટના સામે આવી હતી. ત્રણ દિવસ પહેલાં સોસાયટીમાં પૂરઝડપે સાઇકલ ચલાવતી રહેલ 11 વર્ષીય બાળક ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો. સાઇકલ લઈને દોડી રહેલ બાળકની સાઇકલનું વ્હીલ સ્પીડ બ્રેકર કુદાવતી વખતે અચાનક તૂટી ગયું હતું. જેથી બાળક ઊંધા માટે પટકાયો હતો. જેને લઇ બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળક બેભાન થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સદનસીબે ઘટનામાં બાળકનો જીવ બચી ગયો છે.

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
સોસાયટી કે મહોલ્લામાં બાળકો સાઇક્લિંગ કરતાં હોય છે. વાલીઓ પોતાનાં કામમાં વ્યસ્ત થઇ જતા હોય છે. તો ઘણી વાર બાળકો સાઇક્લિંગ કરતી વેળાએ સ્ટંટ કરતાં હોય છે. ત્યારે આવાં વાલીઓ અને બાળકો માટે લાલબત્તી સમાન ઘટના સુરતમાં સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં એક બાળક સોસાયટીમાં સાઇકલ ચલાવતી વખતે બાળકની સાઇકલનું વ્હીલ અચાનક નીકળી જતા ઊંધા માથે પટકાયો હતો. જેને લઇ તે ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો.

 

સાઇકલ પરથી બાળક પટકાયો
મળતી માહિતી મુજબ સુરતના કાપોદ્રા કિરણ પાર્ક સોસાયટીમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા ભાવેશભાઈ હરસોરાનો 11 વર્ષીય પુત્ર વૈભવ કે, જે ધોરણ 5મા અભ્યાસ કરે છે. તે પોતાના ઘર પાસે સોસાયટીમાં જ સાઇકલ ચલાવી રહ્યો હતો. તે સોસાયટીમાં પૂરપાટ ઝડપે સાઇકલ ચલવી રહ્યો હતો. આ દરમિયાન સોસાયટીમાં રહેલા બમ્પર પરથી સાઇકલ કુદાવવા જતા ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો. બાળકની સાઇકલનું આગળનું વ્હીલ નીકળી જતા ઊંધા માથે પટકાયો હતો.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
બાળક સાઇકલ પરથી પટકાવાની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જેમાં જોવા મળ્યું હતું કે, બાળક સોસાયટીમાં સ્પીડમાં સાઇકલ ચલાવી રહ્યો હતો. બાદમાં બમ્પર પાસે તે સાઇકલ સ્પીડ ચલાવી કૂદવા જઈ રહ્યો હતો. દરમિયાન અચાનક જ સાઇકલનું આગળનું વ્હીલ નીકળી જતા ઊંધા માથે પટકાયો હતો. જેને લઇ તે ત્યાં બેભાન થઈ ગયો હતો. થોડા સમય પછી આસપાસથી લોકો દોડી આવ્યા હતા.

બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
બાળક સાઇકલ પરથી નીચે પટકાયા બાદ તે બેભાન થઈ ગયો હતો. થોડા સમય સુધી તો બાળક પડ્યો છે. તેની કોઈને જાણ પણ થઈ ન હતી. ત્યારબાદ આસપાસથી સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. જોયું તો બાળકને માથાના અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોકોએ બાળકને ઊભો કરી ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, બાળકને હોશ આવતો ન હતો. જેને લઇ તાત્કાલિક બાળકને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આ ઘટનામાં બાળકને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને ૩ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખ્યો હતો. બાળકને એક દિવસ આઈસીયુમાં પણ રાખીને સારવાર કરવામાં આવી હતી. જો કે હાલ બાળકની તબિયત સારી છે અને તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે.

માતા-પિતાએ ખાસ તકેદારી રાખવી-પીડિતના પિતા
ભાવેશભાઈ હરસોરાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર વૈભવ સાઇકલ ચલાવતો હતો. આ દરમિયાન બમ્પર આવતા સાઇકલનું વ્હીલ નીકળી ગયું હતું. જેથી તેને માથા અને મોઢાના ગંભીર ઈજાઓ થઇ હતી. ત્રણ દિવસ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. પરંતુ હાલ તેની તબિયત સારી છે. મોઢાના ભાગે વૈભવને ફેક્ચર થયું છે. એક દિવસ તેને આઇસીયુમાં પણ રાખ્યો હતો. પરંતુ હાલ તેની તબિયત સારી છે. જે રીતે મારો બાળક ફટકાયો અને બેભાન થયો હતો ત્યારબાદ તેને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને લઈ ડોક્ટરના કહેવાથી તેનું એમ આર આઈ અને સિટી સ્કેન પણ કરાવવામાં આવ્યું છે. ત્યારે બાળકના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, મારા બાળક સાથે બન્યું તે બીજાના બાળક સાથે ન બને તે માટે તમામ માતા-પિતાએ પોતાના બાળકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકોને વિનંતી કરી કહ્યું કે, આવી રીતે કોઈ સાઇકલ ચલાવે નહિ, સાઇકલ ચલાવતી વખતે પણ સાઇકલ બરોબર છે કે, નહિ તે પણ તકેદારી માતા-પિતા એક વાર જરૂરથી કરી લે, અને આ બાબતે વાલીઓને પણ ધ્યાન રાખવા હું અપીલ કરું છું.

પાડ્યા પછી શું થયું મને કાઈ જ યાદ નથી-બાળક
ઈજાગ્રસ્ત વૈભવે જણાવ્યું હતું કે હું સાઇકલ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન બમ્પર આવતા સાઇકલનું ટાયર નીકળી ગયું હતું. હું ઊંધા માથે પડ્યો હતો. સાઇકલ પર મારા માથે પડી હતી. મારું માથું રોડ પર ભટકાયું હતું. ત્યારબાદ મને કઈ ખબર નથી. હું વિનંતી કરું છું કે, મારી જેમ કોઈ સાઇકલ ચલાવતા નહીં. સાઇકલની સંપૂર્ણ ચકાસણી બાદ જ સાઇકલ ચલાવજો.

 

adv

Related News

post
post
post
post
post
post
post