• Home
  • News
  • SVPમાં વેન્ટિલેટરનો ચાર્જ 200ને બદલે 2 હજાર લેવાશે
post

પ્રિન્ટિંગ મિસ્ટેકથી એક મીંડું ઊડી ગયું હતું, નિર્ણયનો અમલ 1 એપ્રિલથી કરવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-04 10:55:30

અમદાવાદ: એસવીપી હોસ્પિટલમાં વેન્ટિલેટરનો ચાર્જ હવે રૂા.200ના બદલે રૂા.2000 લેવામાં આવશે. મંગળવારે મળેલી મેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એસવીપી શરૂ થઈ ત્યારથી છેલ્લા એક વર્ષથી રૂા.200 ચાર્જ લેવામાં આવતો હતો. પરંતુ આ પ્રિન્ટિંગ ભૂલના કારણે સ્થિતિ સર્જાઈ હતી. પહેલેથી જ રૂા.2000 ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ 200 લખાઈ જતા આ મુજબ ચાર્જ લેવામાં આવતો હતો.


મંગળવારે સવારે મેડિકલ એજયુકેશન ટ્રસ્ટની મળેલી બેઠકમાં આ અંગેની દરખાસ્ત કરવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય લેવાતા એપ્રિલ-2020થી હવે એસવીપીમાં વેન્ટિલેટરનો ચાર્જ રૂા.2 હજાર લેવામાં આવશે. આ ઉપરાંત મેટની બેઠકમાં અન્ય સારવારના ચાર્જમાં પણ વધારો કરવા માટેની દરખાસ્ત એજન્ડામાં રજૂ કરવામાં આવી હતી. પરંતુ આગામી ઓકટોબર મહિનામાં મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી હોવાના કારણે અન્ય કોઈ પણ સારવારના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો ન હોવાનું મ્યુનિ.અધિકારી સૂત્રોનું કહેવુ છે. પ્રિન્ટિંગમાં ભૂલને કારણે રૂ.2 હજારના ચાર્જમાંથી એક મીંડું ઓછું થઈ જતાં રૂ.200 ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post