• Home
  • News
  • CA ફાઈનલમાં અમદાવાદના વેદાંત ક્ષત્રિયએ ઓલ ઈન્ડિયામાં ચોથો ક્રમાંક મેળવ્યો
post

CA ફાઈનલમાં ઓલ ઈન્ડિયા રેન્કમાં સુરતના બે અને અમદાવાદના પાંચ વિદ્યાર્થીઓ ટોપ 50માં

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-10 19:47:41

અમદાવાદ: ગત નવેમ્બર મહિનામાં લેવાયેલી CAની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. CA ફાઈનલમાં અમદાવાદના વેદાંત ક્ષત્રિય સમગ્ર દેશમાં ચોથા ક્રમાંકે આવ્યો છે. તે ઉપરાંત ઓલ ઈન્ડિયા રેન્કમાં અમદાવાદનાં પાંચ અને સુરતના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અમદાવાદના 877 વિદ્યાર્થીઓએ CA ફાઈનલની પરીક્ષા આપી હતી. જેમાંથી 135 વિદ્યાર્થીઓ પાસ થતાં પરિક્ષાનું પરિણામ 15.39 ટકા આવ્યું છે. 

સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા રેન્કમાં ટોપ 50માં
આ પરીક્ષામાં સુરતના 6 વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા રેન્કમાં ટોપ 50માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ 50માં 27મા રેન્ક પર આકાશ બોખરા નામનો વિદ્યાર્થી સુરતમાં પ્રથમ આવ્યો છે. જ્યારે જૈન નેન્સીએ ઓલ ઈન્ડિયા રેન્કમાં 31મો રેન્ક મેળવીને સુરતમાં બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે ટોપ 50માં અમદાવાદના પાંચ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. 

અમદાવાદના 1200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
CA ઈન્ટરમિડિયેટનું પરિણામ જોઈએ તો અમદાવાદના 1200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 240 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં. અમદાવાદનું ઈન્ટરમિડિયેડનું પરિણામ 20 ટકા આવ્યું છે. જે ઓલ ઈન્ડિયાવ લેવલે જોઈએ તો 12.72 ટકા આવ્યું છે. ઈન્ટરમીડિયેટમાં અમદાવાદના 6 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. 

ટોપ 50માં અમદાવાદના 5 વિદ્યાર્થીઓ છે
CA ફાઈનલ અને ઈન્ટરમીડિયેટ બંને પરિણામની વાત કરીએ તો ટોપ 50માં અમદાવાદના 5 વિદ્યાર્થીઓ છે. જેમાં ચોથા ક્રમે વેદાંત ક્ષત્રિય, આઠમા ક્રમે યશ જૈન, 15મા ક્રમે યશ વશિષ્ઠ, 17મા ક્રમે અર્પિતા શર્મા, 49માં ક્રમે ભાવિકા સરદાને મેદાન માર્યું છે. ઈન્ટરમીડિયેટની વાત કરીએ તો 34મા ક્રમાંકે નમીશ શાહ, 36મા ક્રમાંકે વિજય આહુજા, 40મા ક્રમાંકે હર્ષ સોનારા, 42મા ક્રમાંકે ખુશ્બુ મહેશ્વરી જ્યારે 48માં ક્રમાંકે અજમેરા પ્રથમ અને કરણરાજ ચૌધરીને સ્થાન મળ્યું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post